Sahara Refund: સહારા માં ફસાયેલા પૈસા મળશે પાછા: કરો એપ્લાય: લોકો પોતાની આવક માથી બચત કરે છે. જુદી જુદી સ્કીમોમાં રોકાણ કરે છે. FD કરાવે છે. bondમાં રોકાણ કરે છે . શેર માર્કેટમાં રોકાણ કરે છે. વગેરે જેવી જગ્યા પર પોતાના પૈસાને રોકીને પોતે કરેલી કમાણી માથી રોકાણ કરી અને ભવિષ્ય માટે પૈસાની બચત કરે છે. પરંતુ થોડા સમય પહેલા SAHARA માં ઘણા લોકો એ રોકાણ કર્યું હતું પણ આ રોકાણ બાદ કંપનીની પેઢી ઉઠી જવાથી લોકોના પૈસા ડૂબી ગયા હતા પરંતુ હાલના ન્યૂઝ મુજબ આ કંપની લોકોને Sahara Refund પૈસા કરશે. આ માટે એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં જે લોકોના પૈસા રોકાયેલા છે તે લોકોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આવો જોઈએ વધુ માહિતી આ Sahara Refund વિશે.
Sahara Refund વિશે
આ વર્ષે ઘણી વાત જોયા પછી આખરે SAHARA INDIA માં પોતાની કમાણી રોકાણ કરનાર રોકાણકારોને રાહત મળે છે. સરકાર દ્વારા રોકાણકારોને પૈસા પરત મળે તે માટે Sahara Refund પોર્ટલ લોન્ચ કર્યું છે. તેના દ્વારા રોકાણ કરેળ પૈસા પરત મેળવવા ખૂબ જ સરળ થઈ જશે અને 45 દિવસમાં તમે પોતાના ફસાયેલા પૈસા પરત મેળવી શકો છો. આ પ્રક્રિયા દ્વારા તમને કોઈ એજન્સીની જરૂર નહીં પડે પરંતુ ઘરે બેઠા લેપટોપ, કોમ્ય્યુટર કે પછી મોબાઈલ ફોન દ્વારા જ તમે સરળતાથી Apply કરી શકો છો. તો આવો જાણીએ Sahara Refund મેળવવા માટેની પ્રક્રિયા.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી યશશ્વિ યોજના, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે સ્કોલરશીપ યોજના.
10,000 રૂપિયા સુધીની પરત મળશે
Sahara Refund મેળવવા માટે પહેલા તમને જણાવી દઈએ કે Sahara India refund portal વિશે જેના દ્વારા આ સંભવ થશે. મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેને લોન્ચ કરવા માં આવ્યું છે. તેના હેઠળ શરૂઆત SAHARA ની ચાર Co-operative Society ના નજીકના 4 કરોડ એવા રોકાણકારોને પૈસા પરત મળી શકશે જેમના Maturity of investment પુરી થઈ ચુકી છે.
સરકારે Refund થતા પૈસા પર 10,000 રૂપિયાનું કેપ લગાવ્યું છે. એટલે પહેલા સ્ટેપમાં તે રોકાણકારોની જમા રકમ પરત આપવામાં આવશે જેમનું ઈન્વેસ્ટમેન્ટ 10 હજાર રૂપિયા છે. આટલું જ નહીં જે રોકાણકારની મોટી રકમ જમા છે તો તેમના કુલ Investment માં પણ તેમને 10,000 રૂપિયા સુધી પૈસા પરત આપવામાં આવી શકે છે. આ રીતે 5,000 કરોડ રૂપિયાની રકમ પરત કરવાની તૈયારી કરી છે.
આટલા દિવસમાં ખાતામાં આવી જશે પૈસા
Sahara Refund Portal દ્વારા પોતાની જમા રકમને પરત મેળવવાની રીત ખૂબ જ સરળ છે અને તેના માટે ન તો કોઈ ફી આપવાની રહેશે અને ન કોઈ વ્યક્તિની મદદ લેવાની રહેશે. રોકાણકાર પોતે આ પોર્ટલ પર લોગિન કરીને પોતાનું નામ Registar કરી શકે છે અને વેરિફિકેશન બાદ પૈસા પરતની પ્રક્રિયા કરી શકે છે.
પૈસાની પરત મેલ્લવાનું પુરૂ કરવાની પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ થશે. હકીકતે Apply કર્યા બાદ સહારા ઈન્ડિયા રોકાણકારના dokyument Sahara ગ્રુપની સમિતિઓ દ્વારા 30 દિવસમાં વેરિફાઈ કરવામાં આવશે અને ઓનલાઈન ક્લેમ નોંધવા માટે 15 દિવસની અંદર SMS દ્વારા તે રોકાણકારને સુચિત કરવામાં આવશે.
આ પણ વાંચો: શું તમે જાણો છો ED ઓફિસરનો પગાર કેટલો હોય છે?, અને તેમને કઈ કઈ સુવિધાઓ મળે છે.
Apply કરવા માટેના સ્ટેપ
- રોકાણકારો https://mocrefund.crcs.gov.in/ પોર્ટલ પર જવાનું રહેશે.
- ત્યાર બાદ હોમ પેજ ખુલવા પર Invester ‘રોકાણકાર રજીસ્ટ્રેશન’ Option પર ક્લિક કરો.
- ત્યાર પછી નવા પેજ પર તમારો આધાર નંબર અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો.
- ત્યાર બાદ નીચે આપવામાં આવેલા કેપ્ચા કોડને એન્ટર કરો અને OTP પ્રાપ્ત કરો વિકલ્પ પર ક્લિક કરો.
- આ પ્રક્રિયા પછી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર OTP મળી જશે. તેને એન્ટર કરો.
- ત્યાર બાદ આ રીતે તમારી પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુરી થઈ જશે. ત્યાર બાદ ફરી હોમપેજ પર જાઓ.
- Login કરવા માટે તમને ‘Depositor Login’ Option સીલેક્ટ કરવાનું રહેશે.
- ત્યાર બાદ અહીં તમને પોતાના આધાર નંબરના છેલ્લા ચાર આંકડા નાખીને તમારો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે.
- પછી કેપ્ચા કોડ એન્ટર કરીને OTP મેળવો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હવે મોબાઈલ પર જાઓ OTP ભરો.
- ત્યાર બાદ નવું પેજ ખુલવા પર તમે અહીં આપેલા દિશા-નિર્દેશોને સારી રીતે વાંચો અને હું સહેમત છું પર ક્લિક કરો.
- હવે તમારી બેન્કનું નામ અને જન્મ તારીખ દાખલ કરો. પછી અહીંથી ડિપોઝિટ સર્ટિફિકેટ ફોર્મ પર જાઓ.
- હવે Claim Request ફોર્મ ભરવાનું રહેશે. જેમાં કો-ઓપરેટિવ સોસાયટીનું નામ, સદસ્યતા નંબર, જમા રકમ નોંધો.
- તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી બધી જાણકારી વેરિફાઈડ થયા બાદ પોર્ટલ પર ક્લેમ લેટર ડાઉનલોડ કરી લો.
- તેના પર પોતાનો પાસપોર્ટ સાઈઝ ફોટો ચોટાડી દો અને સાઈન કરો. પછી તેને લેટર સ્કેન કરીને અપલોડ કરી દો.
- ત્યાર બાદ અપલોડ થયા બાદ તમને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર Confirmation મેસેજ આવી જશે.
- કન્ફર્મેશન મેસેજ આવ્યા પછી 45 દિસમાં તમારા ખાતામાં રિફંડ જમા કરી ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
અગત્યની લિન્ક
Sahara India refund portal માટે | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

સહારા ઈન્ડિયા માટે પોર્ટલ લોન્ચ કર્યું છે તેની વેબસાઇટ કઈ છે ?
https://mocrefund.crcs.gov.in/
સહારા ઈન્ડિયા મા રોકાણ કારો ને કેટલા દિવસમાં પૈસા રિફંડ મળશે ?
45 દિવસ માં