Salaar Teaser: સાલારનું ટીઝર રીલીઝ: આ એક્શન ફિલ્મ માં પ્રભાસને જોઈને રૂવાડા ઊભા થઈ જશે.: હમણાં થોડા સમય પહેલા રીલીઝ થયેલી પ્રભાસની ફિલ્મ આદિપુરુષને નેગેટિવ રિસ્પોન્સ મળ્યો છે. ત્યારે ફેન્સનું દિલ જીતવા માટે પ્રભાસ આગામી ફિલ્મ સાલાર લઈને આવ્યા છીએ. આ Salaar Teaser થોડા સમય પહેલા રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક્શનથી ભરપૂર માં બાહુબલી ફેમ પ્રભાસ જોવા મળશે. આ Salaar Teaser માં પ્રભાસ જબરદસ્ત એક્શન કરતો જોવા મળ્યો છે. આવો જોઈએ આ Salaar Teaser વિશે વધુ માહિતી તથા Salaar Teaser નો વિડીયો.
Salaar Teaser વિશે
થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી પ્રભાસની ફિલ્મ આદિપુરુષને દર્શકો તરફથી ખૂબ જ નેગેટિવ રિસ્પોન્સ મળ્યો હતો. તેવામાં પોતાના ફેન્સનું મનાવવા માટે પ્રભાસ ફરીથી એકશન અવતારમાં જોવા મળશે. પ્રભાસ આદિપુરુષ પછી સાલાર ફિલ્મોમાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. થોડી મિનિટોના ટીઝરમાં પ્રભાસ જોરદાર એક્શન સીકવન્સ કરતો જોવા મળે છે.
આ પણ વાંચો: જીઓનો સૌથી સસ્તો 4G ફોન લોન્ચ, માત્ર 999 ની કિંમતમાં 4G મોબાઈલ ફોન.
ચાહકો એક્સાઇટેડ થઈ ગયા છે
એક્શનથી ભરપૂર આ ફિલ્મ Salaar Teaser શેર થયાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. સાલાર ફિલ્મનું ટીઝર જોઈને પ્રભાસના ફેન્સ એક્સાઇટેડ થઈ ગયા છે. સાલાર ફિલ્મનું ડાયરેક્શન KGF ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત નીલે જ બનાવ્યું છે. એટલું જ નહીં KGFની ટેકનીકલ ટીમ પણ આ ફિલ્મ સાથે જોડાયેલી છે.
સાલારનો પહેલો ભાગ
સાલાર ફિલ્મનું શૂટિંગ રામોજી ફિલ્મ સિટીમાં કરવામાં આવ્યું છે તેના માટે જુદા જુદા 14 જેટલા સેટનો ઉપયોગ કરવામાં આવ્યા છે. સાલારનો આ પહેલો ભાગ હશે. સાલાર ફિલ્મમાં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હસન અને જગદીશ બાબુ કેરેક્ટર જોવા મળશે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023 ના રોજ તેલગુ, કન્નડ, મલયાલમ, તમિલ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે.
આ પણ વાંચો: આપણાં ઉપયોગમાં લેવાતી ચલણી નોટમાં ગાંધીજીનો આ જ ફોટો કેમ છાપવામાં આવ્યો? જાણો રોચક તથ્ય.
સાલાર ફિલ્મ વિશે
આ ફિલ્મ Salaar Teaser ની શરૂઆત ટીનુ આનંદથી થાય છે અને પછી પ્રભાસની ધમાકેદાર એન્ટ્રી બતાવવામાં આવી છે. ટીઝરમાં પ્રભાસ ક્યારેક તલવાર તો ક્યારેક બંદૂકથી પોતાના દુશ્મનો સાથે લડતા જોવા મળે છે. આ ફિલ્મમાં પણ બાહુબલી અને KGFની જેમ હાઈ લેવલ VFXનો ઉપયોગ થયો છે.
Salaar Teaser રીલીઝ વિશે
આ ફિલ્મનું ટીઝર 6 જુલાઈ સવારે 5.12 મિનિટ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા પણ શરૂ થઈ છે. કે આ ફિલ્મ અને KGF વચ્ચે ખાસ કનેક્શન છે. તેનું કારણ છે કે KGFના એક સીનમાં રોકી ભાઈ જ્યારે સમુદ્રમાં જહાજ પર હુમલો કરે છે તો તેની ઘડિયાળમાં જે ટાઈમ દેખાડવામાં આવ્યો હતો તે ટાઈમ પર સાલારનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
અગત્યની લીંક
Salaar Teaser માટેની લિંક | અહી ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

આ ફિલ્મ ક્યારે રીલીઝ થશે ?
28 સપ્ટેમ્બર 2023 ના રોજ
આ Teaser ક્યારે રીલીઝ થયું છે ?
6 જુલાઇ 2023 ના રોજ સવારે 5.12 મિનિટે
1 thought on “Salaar Teaser: પ્રભાસની આગામી ફિલ્મ સાલારનું ટીઝર રીલીઝ, આ એક્શન ફિલ્મ માં પ્રભાસને જોઈને રૂવાડા ઊભા થઈ જશે.”