સંકટ મોચન સહાય (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજના ફોર્મ pdf | sankat mochan yojana form gujarat pdf

આ પોસ્ટમાં આપણે જાણીશું સંકટ મોચન યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે કેટલી સહાય મળે? વગેરે વિષે જાણીશું.

સંકટ મોચન યોજના વિષે સંપૂર્ણ માહિતી :

Complete information about sankat mochan Scheme :
ગુજરાત સરકાર સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને મદદ કરવાના હેતુથી ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાં ગરીબી રેખા (BPL) નીચે જીવતા પરિવારના મુખ્ય વ્યક્તિનુ કુદરતી કે આકસ્મિક મૃત્યુ થાય તો આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારને આર્થિક મદદ મળી રહે તે હેતુથી સમાજ સુરક્ષા વિભાગ અને “સંકટ મોચન” યોજના દ્વારા અથવા “રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના.” ચાલું કરવામાં આવી. આ યોજનાને રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના (NFBS) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આમ ગુજરાત સરકાર દ્વારા આ વાતને ધ્યાન રાખીને ગરીબ પરિવારો માટે જો કોઇ મુક્તિનું આકસ્મિક અથવા કુદરતી રીતે અચાનક મૃત્યુ થઈ જાય તો તેમના પરિવારોને સહાય આપવામાં આવે છે તે આ યોજનાનું નામ સંકટ મોચન સહાય યોજના (Sankat Mochan Yojana) તરીકે ઓળખવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ગરીબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે ત્યારે તે પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડે છે. મુખ્ય કમાતા વ્યક્તિના મૃત્યુ પછી આ પરિવારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગુજરાતના ગરીબ પરિવારમાંથી મુખ્ય વ્યક્તિને આકસ્મિક અથવા કુદરતી મૃત્યુના કિસ્સામાં આર્થિક સહાય પૂરી પાડવા માટે સંકટ મોચન યોજના અમલમાં મૂકી છે.
અહીં આ લેખમાં અમે તમને આ યોજના વિશે તમામ વિગતવાર માહિતી પ્રદાન કરીશું જેમ કે યોજનાનો લાભ, પાત્રતા, આ યોજના માટે જરૂરી દસ્તાવેજો. વધુ જાણવા માટે સંપૂર્ણ આર્ટિકલ કાળજીપૂર્વક વાંચો અને પછી જો તમે લાયક હો તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો.

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે :

Who can benefit from this scheme :

 • પરિવાર BPL કાર્ડ ધરાવતો હોવો જોઈએ.
 • કુટુંબના મુખ્ય આવક મેળવનારનું કુદરતી અથવા આકસ્મિક મૃત્યુ થયેલ હોવુ જોઈએ.
 • મૃત પુરુષ અથવા સ્ત્રીની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
 • મૃત્યુ પછી 2 વર્ષની અંદર અરજી સબમિટ કરવાની રહેશે. જો તમે 2 વર્ષ પછી અરજી કરો છો, તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.
 • અરજી કરનાર વ્યકિત ગુજરાત રાજ્ય નો કાયમી રહેવાસી હોવો જોઈએ.

આ યોજના હેઠળ મળવા પાત્ર સહાય :

Assistance eligible under this scheme :
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંકટ મોચન સહાય યોજના હેઠળ જો ગરીબ પરિવાર માંથી કોઈ મુખ્ય વ્યક્તિનો આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમને ગુજરાત સરકાર દ્વારા 20,000/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવામાં આવે છે. અને આ સહાય દ્વારા તે પરિવારને ઘણો બધો ફાયદો થાય છે. અને જો આ યોજના હેઠળ ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા પામે તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થાય.

આ યોજનામાં લાભ મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ :

What are the documents required to get benefit in this scheme :

 1. અરજી ફોર્મ
 2. આધાકાર્ડ
 3. BPL રેશનકાર્ડ
 4. ઉમરનો દાખલો ( જન્મ પ્રમાણપત્ર )
 5. કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર
 6. બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક
 7. મૃત્યુ પામેલા વ્યકિત નું જન્મ પ્રમાણપત્ર/શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/ચૂંટણી કાર્ડ
 8. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 9. આવકનો દાખલો
 10. ઉંમર નો દાખલો મેડિકલ ઓફીસર નો…

સંકટ મોચન યોજનાની અરજી ક્યાં કરવી :

Where to Apply for Sankat Mochan Yojana :

 • શહેરી વિસ્તાર માટે – જે તે વિસ્તારની પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહેશે.
 • ગ્રામ પંચાયત વિસ્તાર માટે – આ યોજના હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે.
 • મહાનગર પાલિકા વિસ્તાર માટે – કમિશનર મહાનગરપાલિકાની કચેરીમાં યુ.સી.ડી. શાખામાં અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ સહાય મંજૂર કરવાની સત્તા ઉપરોક્ત અધિકારીશ્રીને હસ્તક છે તથા અરજી ફોર્મ પણ તેઓની કચેરીમાંથી મળશે.

સંકટ મોચન યોજના માટેની અરજી મંજૂર કરવાનો અધિકાર કોનો છે :

Who has authority to approve application for Sankat Mochan Yojana :

સંકટ મોચન યોજના હેઠળ અરજદારની અરજી મળ્યા પછી, વિસ્તારના મામલતદારને જરૂરી ચકાસણી સ્વીકારવાનો/નકારવાનો અધિકાર છે.

આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે.

સંકટ મોચન યોજના ની સતાવાર વેબસાઈટ :

WEBSITE

સંકટ મોચન યોજના PDF DOWNLOAD :

અહીં નિચે ક્લિક કરી રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનું ફોર્મ download કરી શકો છો.

DOWNLOAD

સંકટ મોચનસંકટ મોચન યોજનાનો સંપુર્ણ વિડીયો :

Full Video of sankat mochan Scheme :

FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો :

Q. સંકટ મોચન સહાય યોજનામાં મળવા પાત્ર સહાય કેટલી છે?
A. સંકટ મોચન સહાય યોજનામાં 20000/- ₹ ( વિસ હજાર રૂપિયા ) ની સહાય મળવા પાત્ર છે.

Q. સંકટ મોચન સહાય યોજના માં અરજી કેવી રીતે કરવાની રહેશે? ( ઓફલાઈન કે ઓનલાઈન)
A. સંકટ મોચન સહાય યોજના માં અરજી ઓફલાઈન કરવાની રહેશે.

Q. આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા કોની પાસે છે?
A. આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે.

Q. શું આ યોજના નો લાભ મળ્યા બાદ વિધવા સહાય યોજના માં લાભ મળવા પાત્ર છે?

A. આ યોજનાનો લાભ મળ્યા બાદ પણ વિધવા સહાય યોજના નો લાભ મેળવી શકો છો.

1 thought on “સંકટ મોચન સહાય (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજના ફોર્મ pdf | sankat mochan yojana form gujarat pdf”

Leave a Comment

error: Content is protected !!