સરસ્વતી સાધના યોજના pdf | saraswati sadhana yojana 2023

આ પોસ્ટમાં આપણે જાણીશું સરસ્વતી સાધના યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? વગેરે વિષે જાણીશું.

સરસ્વતી સાધના યોજના વિષે સંપૂર્ણ માહિતી :

સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૯ માં અભ્યાસ કરતી અનુસુચિત જાતિ ની દિકરીઓને ઘરે થી સ્કૂલ જવા આવવા માટે તકલીફ ના પડે અને ટાઈમસર શાળાએ પહોચે તે હેતુ થી મફ્ત સાઈકલ આપવામા આવે છે. ગુજરાત સરકાર દ્વારા કન્યાઓ માટે સરસ્વતી સાધના યોજના વર્ષ 2019 માં લાગુ કરવામાં આવી છે. આ યોજના SC/ST અને ઓબીસી જાતિ ની દિકરીઓ માટે છે.
સરકાર દ્વારા આવી ઘણી બધી શૈક્ષણિક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે માંથી આજે આપણે સરસ્વતી સાધના યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, આ યોજના હેઠળ અનુસુચિત જાતિની કન્યા વધારે અભ્યાસ કરી આગળ વધે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેના માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.

હવે આપણે સારી રીતે જાણીએ છીએ કે આજે પણ આપણા દેશમાં ઘણી જગ્યાએ જાતિ ભેદભાવ જોવા મળે છે. આ સાથે એવું પણ જોવામાં આવ્યું છે કે જો પરિવારમાં દીકરી ગુણવાન હોય અને વાંચન-લેખનમાં ઝડપી હોય તો તે અન્ય વર્ગની દીકરી હોય છે અને તેને દીકરાઓની જેમ પ્રગતિ કરવાની તક મળતી નથી. તેનું સૌથી મોટું કારણ પરિવારની આર્થિક સ્થિતિ છે.

આ સમસ્યાના નિરાકરણ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહાન પહેલ શરૂ કરવામાં આવી છે. દીકરીઓના શિક્ષણની દીક્ષા માટે સરકાર દ્વારા નવી યોજના ગુજરાત સરસ્વતી સાધના યોજના 2022 લાગુ કરવામાં આવી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ મુજબ આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલી દીકરીઓને શાળાએ જવા માટે મફત સાયકલ આપવામાં આવશે. આ યોજના હેઠળ માત્ર એવી દીકરીઓને જ સાયકલનું વિતરણ કરવામાં આવશે જેમની શાળા તેમના ઘરથી દૂર છે અને તેમને ત્યાં પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજના લાગુ કરીને તેમની સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે અને તેના ફાયદા :

  • અનુસુચિત જાતિની કન્યા હોવી જોઈએ.
  • કન્યા ધોરણ ૯ માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
  • ગ્રામીણ વિસ્તાર માંથી આવતી કન્યા ના માતા-પિતા ની વાર્ષિક આવક રૂ,1,20,000 થી વધુ ની ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તાર માથી આવતી કન્યા ના માતા-પિતા ની વાર્ષિક આવક રૂ.1,50,000 થી વધુ ન હોવી જોઈએ.

યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ શૈક્ષણિક લાયકાતમાં મહિલાઓને સશક્ત બનાવવાનો છે.અમુક દીકરીઓને સ્કુલ પોતાના ઘરથી ઘણી દૂર હોય છે. તે દરરોજ બસ મારફત કે ચાલીને સ્કૂલે જતી હોય છે. સરકાર આ બાબતે વિચાર કરીને યોજના લાવી છે. અનુસુચિત જાતિની કન્યા વધારે અભ્યાસ કરી આગળ વધે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેના માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.

સરસ્વતી સાધના યોજના નો મુખ્ય ઉદ્દેશ માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક સ્તરે 14 થી 18 વર્ષની વય જૂથમાં કન્યાઓની નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે. જેના કારણે શિક્ષણનું સ્તર વધશે. આ યોજના સમાજના વંચિત વર્ગમાંથી છોકરીઓના ડ્રોપ આઉટ દરમાં ઘટાડો કરશે. આ પછી આ વર્ગમાં છોકરીઓને પણ સન્માન મળશે. ગુજરાત સરસ્વતી સાધના યોજનાનો ઉદ્દેશ્ય ધોરણ ૯ માટે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં સુધારો કરવાનો છે. આ યોજના કન્યા કેળવણીને પ્રોત્સાહન આપશે કારણ કે પ્રવેશનો અભાવ, ઓછી ભાગીદારી અને નબળી ગુણવત્તાની સુવિધાઓની સમસ્યાનો આ સરસ્વતી સાધના યોજના દ્વારા ઉકેલ લાવવામાં આવશે.

કન્યાઓની શિક્ષણની સ્થિતિ અને આ રીતે કન્યા શિક્ષણની એકંદર ગુણવત્તા સુધરશે.

સરકરશ્રીની વિવિધ યોજનાથી ગરીબ અને મધ્યમ પરિવારની કન્યાઓ સ્કૂલે જતી થાય તેમજ આગળ અભ્યાસ કરી સફળતા પ્રાપ્ત કરી શકે છે.

આ યોજનામાં લાભ મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ :

  1. દિકરી અને તેના પિતાના આધારકાર્ડ ની નકલ
  2. આવકનું પ્રમાણપત્ર
  3. જાતિનું પ્રમાણપત્ર
  4. દિકરીની ઉંમરનો નો પુરાવો(જન્મ પ્રમાણપત્ર)
  5. આઠમા ધોરણની માર્કશીટ
  6. દિકરીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  7. પરિવારના કોઈપણ એક વ્યકિત નો મોબાઇલ નંબર

સરસ્વતી સાધના યોજના નો લાભ મેળવવા અરજી કયાં કરવી :

સરસ્વતી સાધના યોજના નો લાભ મેળવવા જે તે શાળા માં અભ્યાસ કરતી દિકરી તે શાળા મારફતે Digital Gujarat વેબસાઈટ પરથી ઑનલાઇન અરજી કરી તેનો લાભ મેળવી શકે છે.

સરસ્વતી સાધના યોજનાનું ફોર્મ PDF download :

અહીં નિચે ક્લિક કરી સરસ્વતી સાધના યોજનાનું Pdf download કરી શકો છો.

DOWNLOAD

સરસ્વતી સાધના યોજના વિડિયો :

અહીં નિચે ક્લિક કરી સરસ્વતી સાધના યોજના નો વિડીયો પણ નિહાળી શકો છો.

FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો :

Q. સરસ્વતી સાધના યોજના નો લાભ કોને મળશે?
A. સરસ્વતી સાધના યોજના નો લાભ સરકારી શાળા માં અભ્યાસ કરતી ધોરણ ૯ ની કન્યાઓ ને મળવા પાત્ર છે.

Q. સરસ્વતી સાધના યોજના શરૂ કરવાનો મુખ્ય હેતું શું છે?
A. સરસ્વતી સાધના યોજના શરૂ કરવાનો મુખ્ય હેતું રાજ્યની અભ્યાસ કન્યાઓ ને પ્રોત્સાહિત કરવાનો છે.

Q. સરસ્વતી સાધના યોજનાનો લાભ કઈ કઈ જાતિ ની દિકરીઓ મેળવી શકે છે?
A. સરસ્વતી સાધના યોજનાનો લાભ અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મા SC/ST અને ઓબીસી જાતિ ની દિકરીઓ મેળવી શકે છે.

Q. સરસ્વતી સાધના યોજના માટે ક્યાં ક્યાં પુરાવા જોઈએ છે?
A. 1. દિકરી અને તેના પિતાના આધારકાર્ડ ની નકલ 2. આવકનું પ્રમાણપત્ર 3. જાતિનું પ્રમાણપત્ર 4. દિકરીની ઉંમરનો નો પુરાવો(જન્મ પ્રમાણપત્ર) 5. આઠમા ધોરણની માર્કશીટ 6. દિકરીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો 7. પરિવારના કોઈપણ એક વ્યકિત નો મોબાઇલ નંબર.

Q. સરસ્વતી સાધના યોજના નું ઓનલાઈન લિસ્ટ જોઈ શકાય?
A. હા,સરસ્વતી સાધના યોજના નું ઓનલાઈન લિસ્ટ જોઈ શકાય છે.

Leave a Comment

error: Content is protected !!