Save Mobile in rain: અચાનક જ આવતા વરસાદથી તમારા ફોનને બચાવા માટેની અગત્યની 5 ટિપ્સ, ચોમાસામાં ફોનને રાખો સુરક્ષિત.

Save mobile in rain: વરસાદથી તમારા ફોનને બચાવા માટેની અગત્યની 5 ટિપ્સ: હાલમાં બિપરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે આપણે કોઈ પણ કામ માટે બહાર ગયા હોય અને ત્યાં અચાનક જ વરસાદ આવે અને આપણી પાસે છત્રી કે રેઇનકોટ પણ ન હોયતો આપણે પલળી જઈએ છીએ. આ પલળવાની સાથે આપણી પાસે રહેલ મોબાઈલ ફોન તથા પાકીટ તથા અન્ય વસ્તુ પણ પલળી જાય છે. અને મોબાઈલ ફોન પલળવાને લીધે તેમાં ખરાબી પણ આવી જાય છે. આ માટે અમે Save Mobile in rain માટેની અગત્યની ટિપ્સ લઈને આવ્યા છીએ જે તમારા મોબાઇલને પલળવાથી બચાવશે. તો જોઈએ આ Save Mobile in rain વિશે વધુ માહિતી નીચે મુજબ.

Save Mobile in rain વિશે

હાલ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે આ દિવસોમાં અચાનક વરસાદ આવે છે. આવી સ્થિતિમાં, ઘણા પ્રયત્નો કરવા છતાં, ઘણી વખત ફોન ભીનો થઈ જાય છે. અને બગડવાની સ્થિતિ બને છે ત્યારે તેને રીપેર કરવા માટે તમારે ઘણા પૈસા ખર્ચવા પડશે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો તો, કેટલીક સરળ ટિપ્સ (Save Mobile in rain) ની મદદથી તમે તમારા ફોનની સેફ્ટી રાખી શકો છો. જોઈએ આ ટિપ્સ વિશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આવેલા 7 ખૂબ સુંદર ધોધ,જે જોઈને નાઇગ્રા ધોધને પણ ભૂલી જશો, ચોમાસામાં ફરવા માટેની બેસ્ટ જગ્યા.

1. ફોન સ્વિચ ઓફ કરીદો.

જો વરસાદની સ્થિમાં ક્યારેય તમારો ફોન પાણીમાં ભીનો થઈ જાય તો પહેલા તેને સ્વીચ ઓફ કરી દેવો ખૂબ જ જરૂરી છે. આવું એટલા માટે કરવું જોઈએ કે, જો ફોન બંધ ન કરવામાં આવે તો ફોનમાં શોર્ટ સર્કિટ થવાની સ્થિતિ સર્જાવાની શક્યતા રહે છે, જેના કારણે ફોન સંપૂર્ણ પણે બગડવાની સ્થિતિ બની શકે છે. આ સિવાય, તે તમારા માટે જોખમી પણ સાબિત થઈ શકે છે.

2. એક્સેસરીઝને દૂર કરો અને સૂકવો.

જો વરસાદમાં મોબાઈલ પલળી જાય, તો ફોન બંધ કર્યા પછી તેની બેટરી, મેમરી કાર્ડ અને સિમ કાર્ડ બહાર કાઢી લો અને તેને કપડા તથા ટીશ્યુ પેપરથી સારી રીતે સૂકવી દો. જો ફોનની બેટરી Non-removable હોય, તો મોબાઇલને સાફ કરો અને તેને થોડા દિવસો સુધી હવામાં સૂકવવા દો. ધ્યાનમાં રાખો કે આ ટાઈમ દરમિયાન મોબાઈલ ચાલુ કરવાનું જોખમ ન લેશો.

3. ચોખાની મદદ લો.

જો મોબાઈલ પાણીમાં પલળી જાય, તો તેને લૂછીને અને તેને બરાબર સૂકવ્યા પછી, તમે ફોનને ઓછામાં ઓછા 24 કલાક સુધી ચોખાના ડબ્બામાં નીચે રાખી શકો છો. તમને જણાવી દઈએ કે, ચોખા ફોનમાં બનેલા ભેજને શોષવામાં મદદરૂપ બને છે.

આ પણ વાંચો:દ્વારકા- બનાસકાંઠામાં 30 જૂન સુધી મધ્યમ થી અતિ ભારે વરસાદની આગાહી, જુઓ વધુ માહિતી અહીથી.

4. સિલિકા જેલ મદદ કરશે.

Save Mobile in rainમાં એક ટ્રિક આ પણ છે કે સિલિકા જેલ મોબાઈલમાં રહેલા પાણી અને ભેજને દૂર કરવામાં પણ મદદરૂપ બની શકે છે. આ માટે, ફોનને બંધ કર્યા પછી અને તેને સૂકા કપડાથી લૂછયા પછી, તેને એક દિવસ માટે સ્વચ્છ અને સૂકા કાચના containerમાં રાખો. બરણીમાં સિલિકા જેલના ચારથી પાંચ પૅચેટ પણ મૂકો. તેનાથી ફોનમાં રહેલ ભેજ સુકાઈ જશે.

5. USB અને Headphoneનો ઉપયોગ ના કરવો.

જ્યારે મોબાઈલ ભીનો થઈ જાય, ત્યારે તેનો ભેજ બરાબર સુકાઈ ન જાય ત્યાં સુધી USB કેબલ અને HeadPhone નો બિલકુલ ઉપયોગ કરશો નહીં. આ એટલા માટે છે કારણ કે તે તમારા મોબાઈલને કાયમ માટે બંધ કરી શકે છે.

વરસાદમાં સુરક્ષિત રાખો ફોનને આ રીતે

Save Mobile in rainમાં વરસાદમાં ફોનને સુરક્ષિત રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ માટે, તમારે ઘરની બહાર જતી વખતે તમારા ખિસ્સામાં પ્લાસ્ટિક ઝિપ, પાઉચ અથવા કોઈપણ પોલિથીન રાખવું જોઈએ. જેથી ફોનને સમયસર ભીના થવાથી બચાવી શકાય. વળી, વરસાદની રૂતુમાં મોબાઈલનો સીધો ઉપયોગ કરવાને બદલે ફોનને સુરક્ષિત રાખવા માટે બ્લૂટૂથ હેડફોનનો ઉપયોગ વધુ સારું રહેશે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Save Mobile in rain
Save Mobile in rain

વરસાદમાં ફોને ભીનો થઈ જાય તો સૌપ્રથમ શું કરવું જોઈએ ?

વરસાદમાં ફોને ભીનો થઈ જાય તો સૌપ્રમ ફોનને સ્વિચ ઓફ કરી દેવો જોઈએ.

ચોખા ભીના મોબાઈલ ફોન માટે શું ફાયદાકાક છે ?

ચોખા ફોનમાં બનેલા ભેજને શોષવામાં મદદરૂપ બને છે.

error: Content is protected !!