Scorching heat: કાળઝાર ગરમી: હાલ તો આપણાં દેશમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ગરમીનો પારો વધતો જણાય છે પરંતુ તેમની વચ્ચે છેલ્લા 2 દીવસથી હવામાનમાં ફેરફાર જણાયો છે આકાસમાં વાદળો જોવા મળે છે તેથી ગરમી વચ્ચે થોડીક રાહત જોવા મળી હતી પરંતુ હાલ હવામાન વિભાગના સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી 24 કલાક પછી ફરીથી ગરમીનો રાઉન્ડ આવી રહ્યો છે. શું કહ્યું હવામાન વિભાગે ચાલો જાણીએ વિગતે.
હવામાન વિભાગે આગાહી કરી છે
આપણાં ગુજરાતમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે, સતત ગરમીનું પ્રમાણ વધવાને લીધે માણસોના જનજીવન પર અસર પડી રહી છે. આકાશમાંથી સૂર્યદેવતા કોપાયમાન થયા હોય અને અગ્નિ વરસાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. શરીરના અંગો દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ થઇ ગયા છે, ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો આસરો લઈ રહ્યા છે. આવા ધગધગતા તલકમાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના મુખ્ય રસ્તાઓ પર લોકોની આવ જાવ ઘટી છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને ફરી થી એક નવી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો: ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ મા રાખજો ધ્યાન; શું કરવુ ? શું ન કરવુ ?
ક્યારે વધશે ગરમીનો પારો
હવામાન ખાતાના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હજુ ગરમીના પારામાં વધારો થશે. ગરમીને લઈને 2 દિવસ સુધી કોઈ પ્રકારનું એલર્ટ નથી. તારીખ 18 થી 20 મે સુધી યલો એલર્ટ રહેશે. હાલ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળશે નહીં. વરસાદને લઈને જણાવ્યું છે કે, હાલ 5 દિવસ વરસાદની કોઈ શક્યતાઑ રહેલી નથી. આગામી 24 કલાક સુધી તાપમાનમાં જેમ છે તેમ જ રહેશે. 24 કલાક પછી ગરમીમાં સામાન્ય વધારો થાય તેવી સંભાવના છે.
ગરમીના કારણે લોકોના જનજીવન પર અસર
ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય માણસના જનજીવન પર ગંભીર અસર દેખાઈ રહી છે. ભયંકર ગરમીના કારણે રોગચાળો પણ વધ્યો છે. હીટ સ્ટ્રોકના કેસમાં પણ એકાએક વધારો થતાં સતત ઈમરજન્સી 108ના ફોન ચાલુ છે. અને વધુ પડતાં Scorching heat ને લીધે હિટ સ્ટ્રોકના કેસો જોવા મળ્યા છે.
લૂ લાગવાના કેસોમાં વધારો
હીટ સ્ટ્રોક ને તમે આપણી ભાષામાં ‘લૂ લાગવી’ કહેવાય છે. આવું ત્યારે થાય છે જ્યારે હીટ-સ્ટ્રોક થવા પર શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે અને ઓછુ નથી થઈ શકતું. જ્યારે કોઈને લૂ લાગે છે ને તો શરીરનું swatting mechanism એટલે કે પરસેવાનું તંત્ર પણ બંદ થઈ જાય છે અને માણસને જરા પણ પરસેવો નથી આવતો. હીટ-સ્ટ્રોકની ઝપેટમાં આવવા માણસ પર 10થી 15 મિનિટની અંદર શરીરનું તાપમાન 106°F અથવા તેનાથી વધારે થઈ શકે છે. સમય પહેલા તેની સારવાર ન કરવામાં આવે તો માણસનું મૃત્યુ અથવા Organ fail પણ થઈ શકે છે.
આ પણ વાચો: હવે કોલ્ડ્રિંક્સને બદલે પીવો આ દેસી પીણાં, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
લૂ લાગવાના લક્ષણો
- માથાનો દુખાવો
- ડિમેંશિયા
- ખૂબ વધારે તાવ આવવો
- બેભાન થઈ જવું
- માનસિક સ્થિતિ બગડી જવી
- ઉલ્ટી આવવી, ચક્કર આવવા
- ત્વચા લાલ થવી
- હાર્ટ રેટ વધી જવી
- ત્વચા ડ્રાય થઈ જવી
લૂ થી બચવાના ઉપાયો
- કાળઝાર ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ના કરવું જોઈએ.
- ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરની બહાર નીકળવાનું ટાળો.
- ભલે તમને તરસ ન લાગી હો તો પણ વધુ માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
- ગરમીમાં Dehydration થી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પીવો.
- તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું વધુ માત્રામાં લો.
- આછા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
- બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
- Heat strokeના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
- બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવા નહીં, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક પરિસ્થિતિ ઊભી થવાની શક્યતાઑ રહેલી છે.
- તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
Heatstroke અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Join our whatsapp Group | અહીં ક્લિક કરો |

કઈ તારીખથી ગરમીનો પારો વધવાનો છે?
18 મે થી 20 મે સુધી
હવામાન વિભાગે 2 દિવસની ગરમી માટે ક્યૂ એલર્ટ અપાયું છે?
યલ્લો એલર્ટ
હિટ સ્ટ્રોકને બીજી ભાષામાં શું કહેવાય છે?
લૂ લાગવી