Solar Power Bank: સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન તથા લેપટોપ, આ ડીવાઇસની ડીમાન્ડ બજારમા ખૂબ ઉઠી; જાણો કિંમત અને ફીચર

Solar Power Bank: આપણાં દેશમાં બહુ વધુ પ્રમાણમા સ્માર્ટ ફોન તથા લેપટોપ નો ઉપયોગ વધ્યો છે. લોકો ઓફિસના કામમાં લેપટોપ નો ઉપયોગ કરે છે. આ સ્માર્ટ ફોન તથા લેપટોપના વધુ પડતાં ઉપયોગ થી બેટરી વારંવાર પૂરી થઈ જતી હોય છે ત્યારે તેને ચર્જિંગ કરવામાં મુશ્કેલી અનુભવાતી હોય છે. અને અગત્યના કામો અટકી પડે છે. પરંતુ હવે માર્કેટમાં એક નવી ડિવાઇસ આવી ગઈ છે જે સૂર્યપ્રકાસથી મોબાઈલ તથા લેપટોપને ચાર્જ કરી શકે છે. આ પોસ્ટમાં આપણે સૂર્યપ્રકાસથી ચાલતા પાવરબેંક વિશે માહિતી મેળવીએ.

Solar Power Bank વિશે

આ Solar Power Bank Dexpol નામની કંપનીએ સોલાર પાવર બેંક માટે Kickstarter અભિયાનની શરૂઆત કરી છે. આની અંદર 65W USB-C ચાર્જિંગ સપોર્ટ મળે છે. આ એક solar બેટરી છે, જે સૂર્યપ્રકાશ દ્વારા તમારા ડિવાઈસને સંપૂર્ણપણે ચાર્જ કરશે. Dexpol સોલર પાવર બેંકમાં 24,000mAh ની બેટરી આવે છે અને ત્રણ જેટલા ઈનપુટ હોય છે. આ 24 ટકા Conversion વાળું Foldable device છે. આ સોલર પ્લેટની હેલ્પથી device 5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે. Dexpol સોલર પાવર બેંક સ્પોર્ટી ડિઝાઈનને સ્પોર્ટ કરે છે.

આ પણ વાંચો: શું તમારો મોબાઈલ 5G હોવા છતાં ઇન્ટરનેટ ધીમું ચાલે છે? તો અપનાવો આ ટિપ્સ, તેનાથી સ્પીડ આવશે સુપરફાસ્ટ

Dexpol સોલાર પાવરની વિશેષતાઓ

Dexpol સોલર પાવર બેંકમાં 4 સોલાર પેનલ ઉપસ્થિત કરાવવામાં આવે છે. આ ની અંદર વોલ સોકેટની સુવિધા પણ છે, જેના થી તમે લગભગ 2 કલાકમાં તમારા મોબાઈલ તથા લેપટોપ ને સંપૂર્ણ પણે ચાર્જ કરી શકો છો. આ ડિવાઈસમાં એક LED ડિસ્પ્લે જોવા મળે છે, જે ચાર્જિંગની ટકાવારી બતાવે છે. કંપની પ્રમાણે આ પાવર બેંક ની કેપેસીટી અને ફીચર અલગ હોય છે. i-phone 14 pro-maxને 4 વખત અથવા આઈ-પેડ પ્રોને 2 વાર ચાર્જ કરી શકે છે. 65W USB-C પોર્ટ સાથે 2 USB-A પોર્ટ પણ આમાં અવેલેબલ છે. આ ડિવાઈસ વજનમા ખુબ જ હલકી છે, તેનું વજન 1.2 કિલોગ્રામ જેટલું છે અને આ ડિવાઈસ માં પાણી અડવાથી પણ ખરાબ થતું નથી.

આ પણ વાંચો: શું તમારા બાળકને ફોન જોવાની આદત છે? તો આ રીતે છોડાવો માત્ર 1 અઠવાડીયામાં, ક્યારેય નહીં લે હાથમાં મોબાઈલ

Solar Power Bank ની કિંમત

Kickstarter અભિયાન હેઠળ Daxpol સોલાર પાવર બેંક પર હાલ 41 % જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેની કિંમત લગભગ 11,871 રૂપિયાની આસપાસ છે. Daxpol કંપની કહે છે કે આ પાવર બેંક તમામ USB ડિવાઈસ સાથે અવેલેબલ છે અને તેનો ઉપયોગ ઘરની અંદર અને બહાર બંને રીતે કરી શકાય છે. આ ડિવાઈસ પર 1 વર્ષની વોરન્ટી પણ આપાવામાં આવે છે.

અગત્યની લીંંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Join whatsapp Groupઅહિં ક્લીક કરો
Solar Power Bank
Solar Power Bank

FAQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

સોલાર પાવર બેંક કઇ કંપની નુ આવે છે ?

Ans: સોલાર પાવર બેંક Daxpol કંપનીનુ આવે છે.

સોલાર પાવર બેંકની કિંમત શું છે ?

Ans: સોલાર પાવર બેંકની કિંમત ડીસ્કાઉન્ટ બાદ કરતા રૂ. 11800 આસપાસ મળે છે.

સોલાર પાવર બેંકમાં કેટલા mAh ની બેટરી આવે છે ?

24000 mAh ની

2 thoughts on “Solar Power Bank: સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન તથા લેપટોપ, આ ડીવાઇસની ડીમાન્ડ બજારમા ખૂબ ઉઠી; જાણો કિંમત અને ફીચર”

Leave a Comment

error: Content is protected !!