SSC HSC RESULT NEWS: GSEB SSC RESULT 2023: GSEB HSC RESULT 2023: GSEB SSC Result News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ પુરી થઇ ગઇ છે. અને હાલ ઉતરવહિઓનુ મૂલ્યાંકન ની કામગીરી બોર્ડ દ્વારા ચાલી રહિ છે. ત્યારે ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ SSC HSC RESULT NEWS રીજલ્ટ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે મે અને જુન માસમા GSEB SSC RESULT 2023 અને GSEB HSC RESULT 2023 બોર્ડ દ્વારા જાહેર કરવામા આવે છે. આજે જાણીએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની ઉતરવહિઓનુ મૂલ્યાંકન કામગીરી અને રીજલ્ટ તૈયાર કરવાની ડેટા એન્ટ્રીઓની કામગીરી કેટલી પહોંચી છે અને અંદાજીત ક્યારે રીજલ્ટ જાહેર થવાની શકયતાઓ રહેલી છે.
ધોરણ 10 પરિણામ 2023 ડીટેઇલ
આર્ટીકલ | GSEB SSC RESULT 2023 GSEB HSC RESULT 2023 |
પરીક્ષા બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓની સંખ્યા | 12 લાખ અંદાજીત |
પરિણામ | GSEB SSC RESULT 2023 |
પરિણામની તારીખ | અંદાજીત મે મહિનાના અંત અથવા જુન મહિનાની શરુઆત |
સતાવાર વેબસાઈટ | www.gseb.org |
આ પણ વાંચો: GCERT Textbook 2023: ધોરણ 1 થી 12 ની Textbook ડાઉનલોડ કરો Free મા PDF
SSC HSC RESULT NEWS
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની હાલ ૯૦ લાખથી વધુ ઉત્તરવહીનું મૂલ્યાંકન ની કામગીરી પુરી થવાને આરે છે. બોર્ડ દ્વારા હાલમાં વિદ્યાર્થીઓ મેળવેલા ગુણની ડેટા એન્ટ્રીની કામગીરી પણ ચાલુ કરી દેવામા આવી છે. જેમાં પણ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ડેટા એન્ટ્રીની ૯૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું બોર્ડના અધિકારીઓ જણાવી રહ્યાં છે. જેથી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડીયામાં જાહેર થવાની શક્યતાઓ દેખાઇ રહિ છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૧૪ માર્ચથી ૨૯મી માર્ચ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની જાહેર પરીક્ષાઓ લેવામાં આવી હતી અને ૩૦ માર્ચથી પેપરોનુ મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં ઉત્તરવહી મૂલ્યાંકન માટે કુલ ૩૩૪ જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં વ્યવસ્થા કરવામા આવી છે. ધોરણ ૧૦ માં ૪૯ લાખ જેટલી ઉત્તરવહીઓ ચકાસવામાં આવી છે.
આ પણ વાંચો: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરી શકાય ? કારકિર્દી માર્ગદર્શન
જેમાં વિગતે જોઇએ તો પ્રથમ ભાષાની ૭.૭૪ લાખ જેટલી, દ્વિતીય ભાષાની ૭.૭૮ લાખ જેટલી, ગણિત સ્ટાન્ડર્ડની ૮૧ હજાર , ગણિત બેઝિકની ૭.૮૦ વિજ્ઞાનની ૮.૬૦ લાખ, સામાજિક વિજ્ઞાનની ૭.૭૧ લાખ, અંગ્રેજીની ૬.૯૬ લાખ, ગુજરાતી દ્વિતીય ભાષાની ૧.૧૭ લાખ ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પુરી થઇ ગઇ છે. આવી જ રીતે ધોરણ.૧૨ વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો ૬ લાખ જેટલી ઉત્તરવહીનું મૂલ્યાંકન પુરુ થઇ ગયુ છે. જેમાં કેમિસ્ટ્રીની ૧.૨૩ લાખ, બાયોલોજીની ૭૫ હજાર, મેથ્સની ૪૨ હજાર, અંગ્રેજી દ્વિતીય ભાષાની ૮૧ હજાર, ભાષા અને કમ્પ્યુટરની ૧.૧૫ લાખ ઉત્તરવહીનું મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવ્યું.
ધોરણ.૧૦ અને ૧૨નું પરિણામ મે મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડીયામાં જાહેર થઈ શકે તેવી અંદાજીત શકયતાઓ દેખાઇ રહિ છે.
GSEB SSC RESULT 2023
ધોરણ 10 અને 12 ના રીજલ્ટ અંગે બોર્ડ તરફથી હજુ કોઇ તારીખો ઓફીસીયલ જાહેર કરવામા આવી નથી. ધોરણ 10 અને 12 ના રીજલ્ટ અંગે ઓફીસીયલ તારીખોની જાહેરાત શિક્ષણ બોર્ડ દ્વારા તેની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર કરવામા આવે છે. GSEB SSC RESULT 2023 અને GSEB HSC RESULT 2023અંગે લેટેસ્ટ માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.
પરીક્ષાર્થીઓ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27/03/2023 ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (SSC)ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ એ પરીક્ષા આપી હતી. તથા ધોરણ-12 સામાન્ય પ્રવાહના ચિત્રકામ સૈદ્ધાંતિક, ચિત્રકામ પ્રાયોગિક, હેલ્થકેર, રીટેઈલ, બ્યુટી એન્ડ વેલનેશ, એગ્રિકલ્ચર, અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ, ઓટોમોટિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી જેવા વિષયોની પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેમાં કુલ-14899 વિદ્યાર્થીઓ પૈકી કુલ-14556 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. બીજા સેશનમાં સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં જીવ વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, પદાર્થવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર વિષયોની પરીક્ષામાં કુલ 110109 વિદ્યાર્થીઓ પૈકી કુલ 108934 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી.
બોર્ડ પરીક્ષાના રીજલ્ટ ની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. ધોરણ 10 અને 12 ના રીજલ્ટ અંગે બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર સૂચનાઓ મૂકવામા આવે છે. બોર્ડ પરીક્ષા રીજલ્ટ માટે gseb ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.
મહત્વપૂર્ણ લિંક
GSEB SSC Result News | અહીં ક્લિક કરો |
gseb ઓફીસીયલ વેબસાઇટ | www.gseb.org |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

GSEB SSC RESULT DATE શું છે ?
GSEB SSC RESULT DATE હજુ શિક્ષણ બોર્ડ તરફથી જાહેર કરવામા આવી નથી. અંદાજીત મે મહિનાના અંતમા અથવા જુન મહિનાની શરૂઆતમા રીજલ્ટ આવવાની શકયતાઓ રહેલી છે.
GSEB SSC RESULT અંગે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
www.gseb.org
ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરી શકાય ?
ધોરણ 10 અને 12 પછી ઘણા સારા કોર્સ ઉપલબ્ધ છે. જેની માહિતી માટે કારકિર્દી માર્ગદર્શન અંક વાંચો.
. ,
1 thought on “SSC HSC RESULT NEWS: ધોરણ 10-12 રીજલ્ટ અંગે આજના ન્યુઝ, ક્યારે આવશે બોર્ડ નુ રીજલ્ટ ?”