STD 10 fail News: 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર: હાલમાં જ Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવાં આવ્યું છે. પરિણામ માં કેટલાક વિદ્યાર્થીઓએ નાપાસ થયા હશે. આ વિદ્યાર્થીઓને ફારથી પરીક્ષા આપવા માટે ઘરે રહીને 1 વર્ષ બાદ પરીક્ષા આપવી પડે છે ત્યારે STD 10 fail News માં શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આ વિદ્યાર્થીઓ શાળાએ જઇ શકે અને ફરીથી પરિક્ષાપી શકે. આ માટે ની વધુ માહિતી નીચે મુજબ છે.
STD 10 fail News
Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar ના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે. શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોની મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શાળા સંચાલક મંડળની બાબતોને શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી છે. આ બાબતે શિક્ષણ બોર્ડ દ્વારા થોડા સમયમાં જ પરિપત્ર જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: કારકિર્દી માર્ગદર્શન ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરવા ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ
નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ
ધોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય ત્યારે વિદ્યાર્થીઓને External વિદ્યાર્થી તરીકે ફરીથી exam આપવી પડતી હતી. આ માટે શાળા સંચાલક મંડળે અગાઉ પણ શિક્ષણ વિભાગને જણાવ્યુ હતું કે, ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને નિયમિત વિદ્યાર્થી તરીકે જ સ્કૂલમાં ફરીથી પ્રવેશ આપવામાં આવે. આ બાબતે સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે મિટિંગ પણ થઈ હતી. આ મિટિંગને હકારાત્મક અભિગમ મળ્યો છે.
4 લાખ વિદ્યાર્થી ને ફાયદો
STD 10 fail News બાબતે આ નિયમ 5 વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરીથી લાગુ થયા બાદ અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ વર્ષે એટલે કે 2023થી ધોરણ 10ની પરીક્ષા દેનારા અને નાપાસ થનારા વિદ્યાર્થીઓમા માટે આ નિયમ લાગુ કરાશે. ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને Regular વિદ્યાર્થીની જેમ જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. અને શાળાએ ભણવા જઇ શકશે.
રજૂઆત
ધોરણ 10 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફરીથી ધોરણ 10માં એડમિશન લઈને અભ્યાસ કરવા માંગતા હોય છે. પણ આ નિયમ નહતો. તેથી વિદ્યાર્થો ઘરે રહી ને જ પરીક્ષા આપતા હતા. પણ વિદ્યાર્થીઓની ઈચ્છાને ધ્યાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરસાહેબ સમક્ષ શાળા સંચાલક મંડળે રજૂઆત કરી હતી. ત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમની રજૂઆતને સ્વીકારી લેવામાં આવી છે.
આ પણ વાંચો: પોસ્ટ વિભાગમા 10 પાસ માટે આવી મોટી ભરતી, 12828 જગ્યા પર ડાક સેવકની ભરતી; પગારધોરણ 12000 થી 30000
અગાઉ આ જોગવાઈ હતી
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, આ નિયમ અગાઉ પણ ગુજરાત બોર્ડમાં જોગવાઈ હતી કે, ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં પ્રવેશ આપવો. પરંતુ 2021માં આ જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ અંગે શાળા સંચાલક મંડળે અગાઉ શિક્ષણ વિભાગને રજુઆત કરી હતી કે, ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નિયમિત વિદ્યાર્થી તરીકે જ શાળામાં ફરીથી પ્રવેશ આપવામાં આવે. આ અંગે સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે બેઠક પણ થઈ હતી. આ બેઠકને પોસિટિવ અભિગમ મળ્યો છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

ધોરણ 10 માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ ફરીથી શાળામા અભ્યાસ કરી શકસે?
હા
12th commerce vada ne pn aa lagu pade?