Tabela Loan Yojana: પશુપાલક ને પશુ માટે તબેલો બનાવવા 4 લાખની લોન આપે છે સરકાર,જાણો સંપૂર્ણ માહિતી

Tabela Loan Yojana: તબેલા લોન યોજ્ના: ગુજરાત સરકાર દ્વારા ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા નાગરિકો માટે અલગ અલગ સહાય માટેની યોજનાઓ ચલાવવામા આવતી હોય છે. ત્યારે પશુપાલકો માટે તેમના પશુ ને સારી રીતે સાચવવા માટે અને તેની સાર સંભાળ લેવા માટે સરકાર તબેલો બનાવવા માટે ઓછા વ્યાજદરે લોન સહાય આપે છે. તે લોનને પશુપાલન લોન સહાય યોજના કહેવામા આવે છે. આ સહાય યોજના માટે આદિજાતિ વિભાગની ઓફિસિયલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ચાલો જાણીએ આ Tabela Loan 2023 યોજનાનો લાભ કેવી રીતે લેવો તે માટે ક્યા અરજી કરવી, અને કયા ડોકયુમેન્ટ જોઇએ વગેરે જેવી વિગતોની માહિતી મેળવીએ.

Tabela Loan Yojana: પશુપાલન લોન યોજના 2023

Tabela Loan Yojana: પશુપાલન મુખ્ય ગ્રામ્ય વિસ્તારમાં ઘણા લોકો નો મહત્વનો વ્યવસાય બની ગયો છે. ત્યારે પશુપાલન સાથે જોડાયેલા લોકો માટે આ એક સારી યોજનાની માહિતી આપણે મેળવીશુ. ગુજરાત રાજ્યના પશુપાલકો અને ખેડૂતો માટે તેમની ગાય અને ભેંસની સંભાળ માટે તબેલા બનાવવા માટેની લોન મળવાપાત્ર છે. સ્વરોજગારી યોજના હેઠળ પશુપાલકોને તબેલા બનાવવામાં માટે રૂપિયા 4,00,000 ચાર લાખ સુધીની લોન આપવામાં આવે છે. જે લોકો પશુપાલનની કામગીરી સાથે જોડાયેલા છે અને આ સહાય નો લાભ લેવા માંગે છે તો આ લેખ મા પુરી માહિતી આપેલી છે તે જુઓ.

તબેલા લોન યોજના 2023

યોજનાનું નામTabela Loan Yojana
પોસ્ટની ભાષાગુજરાતી અને English
યોજનાનો હેતુગુજરાતના આદિજાતિના લાભાર્થીઓને
સ્વ-રોજગાર સહાય હેઠળ તબેલાના હેતુ માટે લોન સહાય આપીને પશુપાલકોનું જીવનધોરણ ઉંચુ લાવી શકાય અને પગભર કરી શકાય તે હેતુ માટે
લાભાર્થીગુજરાતના આદિજાતિના લોકો
લોનની રકમઆ સહાય હેઠળ પશુપાલક લાભાર્થીને રૂપિયા 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજ દરોમોડી લોન ચૂકવણી માટે વર્ષના 4% તેમજ તેના પર વધારાના 2% પેનલ્ટી વ્યાજ.
સત્તાવાર વેબસાઇટhttps://adijatinigam.gujarat.gov.in/
અરજી કરવાનો પ્રકારઆ અરજી ઓનલાઈન કરવાની રહેશે.

આ પણ વાંચો: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો ક્યારે ફોર્મ ભરાય;કોને લાભ મળે

તબેલા લોન યોજના પાત્રતા ધોરણો

  • આ પશુપાલન સહાય યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • આ પશુપાલન યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા રૂ. 1,20 ,000/- અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ. 1,50,000/- રાખવામા છે.
  • લાભાર્થી અરજદાર ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવાનો રહેશે.) અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્રો સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.
  • યોજનાનો લાભ લેનાર પશુપાલકની ઉંમર ૧૮ વર્ષથી ઓછી ના હોવી જોઇએ તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.( જે અંગે આધારકાર્ડની ઝેરોક્ષ ફરજિયાત રજૂ કરવાની રહેશે.)
  • યોજનાનો લાભ લેનાર પશુપાલકએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધાર પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે લોનની માંગણી કરેલ હશે તેના હેતુ માટે જ આ લોનનો ઉપયોગ કરવાનો રહેશે. લોન મંજુર થયેથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ 5% / સ્વરોજગારી યોજના હેઠળ 10% લાભાર્થી ફાળો ભરવાનો રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી લોન મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી લોન મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું statement રજૂ કરવાનું રહેશે.)
  • લાભાર્થી અથવા તેઓના કુટુંબના કોઇ સભ્યોએ આ લોન અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ લીધીલે લોન હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા કિસ્સામાં લોકો લોન લેવાને પાત્ર નથી.
  • અરજદારે લોન માટેનું application ફોર્મ તેમની ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે.તથા application મંજુર થયેથી આ જરૂરી દસ્તાવેજો જે-તે લગતી કચેરીએ જમા કરાવવાના રહેશે.
  • ઉપરોક્ત વિગતે આવનાર applicationની ચકાસણી કરી સંપુર્ણ વિગતો સહ વહીટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મોકલવાની રહેશે.જરૂર જણાયે જે તે હેતુ માટે ધંધાનું સ્થળ,સહાયની વિગત, મળવાપાત્ર લાભાર્થી નો અનુભવ,વીજળી જોડાણ નો પુરાવો વગેરે જેવી પેટા માહિતી પણ application સાથે સામેલ કરવાની રહેશે.
  • વધુમાં અધૂરી માહિતી વાળી અરજી કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. તે માટે જરૂરી ધ્યાન રાખી અરજી કરવાની રહેશે. નહિતર અરજીમાં ફરીથી પુર્તતા કરવામાં આવશે નહી.
  • અરજદારે જે તે એક (1) જ હેતુ માટે લોનની application કરવાની રહેશે. તેથી વધુ નહીં.
  • અરજદારે માંગણી કરેલ લોન સહાય ફોર્મ વાંચી લીધા બાદ જરૂરિયાત મુજબની વિગતો માં દર્શાવેલા ક્રમ-૧ થી ૮ અને ક્રમ નં-૧૦ ની માહિતી સંપૂર્ણ ભરવાની રહેશે.
  • લાભાર્થીએ કોર્પોરેશન દ્વારા નક્કી કરેલ અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
  • અરજદારે રજૂ કરેલ જામીનની માહિતી એક વખત રજૂ કર્યા પછી કોઈ પણ સંજોગોમાં જામીન બદલી શકાશે નહી.

આ પણ વાંચો: પીએમ કિસાન યોજનામાં કયા ખેડૂતોને મળશે 14મો હપ્તો, બસ ફૉલો કરો આ પ્રોસેસ

Tabela Loan માટે જરૂરી ડોકયુમેન્ટ:

  • વ્યક્તિ અદિજાતિના હોવા જરૂરી છે.
  • આધાર કાર્ડની ઝેરોક્ષ
  • અરજદારનો જાતિનો દાખલો
  • અરજદારની મિલકતનો પુરાવો
  • જામીનદાર-1 ના (7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને Property Card)
  • જામીનદાર-2 ના (7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને Property Card)

તબેલા લોન online form

  • આ તબેલા લોન માટે અરજદારે ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.
  • અરજદારએ પોતાની અરજીની તમામ માહિતી online ભરતી વખતે અરજીની વિગતો, લાભાર્થીની મિલકતની વિગતો, લોનની વિગતો, બાંયધરી આપનારની વિગતો જેવી દાખલ કરવાની રહેશે.
  • જેમાં schemeની પસંદગીમાં “ Loan Scheme for Stable” પસંદ કરી આગળની કોલમમાં લોનની રકમ ચૂકવવાની રહેશે .
  • તમારે નક્કી કર્યા મુજબ મિલકતની વિગતો, બેંક ખાતાની વિગતો, અન્ય જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા પછી, જરૂરી માહિતી ચેક કરીને save કરવાની રહેશે.
  • save કરેલી applicationનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ કરી લેવી અને સેવ રાખવી.

અગત્યની લીંક

અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
લોગિન લીંકઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન લીંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Tabela Loan Yojana
Tabela Loan Yojana

ગુજરાત આદિજાતિ નિગમની વેબસાઇટ કઇ છે ?

https://adijatinigam.gujarat.gov.in

આ તબેલા યોજનામાં કોણ અરજી કરી શકે?

અદિજાતિના વ્યક્તિ

error: Content is protected !!