Talati Exam 2023: તલાટી પરીક્ષા 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ભરતી ની 3437 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા 2023 તા. 7-5-2023 ના રોજ લેવામા આવશે. તલાટી મંત્રી ભરતી માટેની આ પરીક્ષા માટે રાજયમા 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તલાટી ભરતી માટે 3437 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ચાલી રહિ છે. ત્યારે તંત્ર દ્વાર આ અંગે તમામ તૈયારીઓ કરવામા આવી છે.
તલાટી પરીક્ષા 2023
પરીક્ષા સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB |
પરીક્ષા | તલાટી પરીક્ષા 2023 |
આર્ટીકલ પ્રકાર | Talati Exam 2023 |
પરીક્ષા તારીખ | 7 મે 2023 |
સતાવાર વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in |
Talati Exam 2023
પંચાયત સેવા વર્ગ-3ની તલાટી કમ મંત્રીની ભરતી માટેની પરીક્ષા (Talati cum Mantri Exam 2023) માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા. જે પૈકીના 8,64,400 ઉમેદવારો એ આ પરીક્ષા આપવા માટે માંગવામા આવેલુ કન્ફર્મેશન આપ્યુ હતુ. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં આ પરીક્ષા માટેના સેંટર ફાળવવામાં આવેલા છે. જેમા કુલ 2694 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં Talati Exam 2023 યોજાનાર છે.
આ પણ વાંચો; તલાટી પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ
તલાટી પરીક્ષા તૈયારીઓ
રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3437 ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 7 મી મે, 2023ના રોજ તલાટી ભરતી પરીક્ષા લેવામાં આવનાર છે. આ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા પુરી તૈયારીઓ કરવામા આવી છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
ઉપરાંત ઉમેદવાઓર્ને નજીક ના જિલ્લામા પરીક્ષા આપવા જવામા કોઇ હાલાકી ન પડે તે માટે પુરતી તકેદારી રાખવામા આવી છે. જેમા પરીક્ષા માટે વધુ એસ.ટી. બસના રૂટ મૂકવામા આવ્યા છે. ઉપરાંત જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામા આવ્યા છે.
આ પણ વાંચો; ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ બાબત ન્યુઝ
તલાટી પરીક્ષા કન્ફર્મેશન
જુનીયર ક્લાર્ક પરીક્ષામા ઘણા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જેને લીધે તંત્ર દ્વારા કરવામા આવેલી તૈયારી વેડફાઇ હતી અને સમય અને નાણાનો વ્યય થાય છે. આવુ ન થાય તે માટે તલાટી પરીક્ષા માટે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન માંગવામા આવ્યુ હતુ. જે ઉમેદવાઓર ખરેખર પરીક્ષા આપવા માંગતા હોય તેમણે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન આપવાનુ હતુ. જેમા ફોર્મ ભરેલા 17 લાખ ઉમેદવાઓર પૈકી 865000 જેટલા ઉમેદવારોએ જ કન્ફર્મેશન આપ્યુ હતુ. આ ઉમેદવારો એ તલાટી પરીક્ષા આપી શકસે.
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

FaQ’s
તલાટી પરીક્ષા તારીખ શું છે ?
7 મે 2023
તલાટી પરીક્ષા અપડેટ માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://gpssb.gujarat.gov.in