Talati Exam confirmation: તલાટી પરીક્ષા કન્ફર્મેશન: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા તલાટી પરીક્ષા તારીખ 7 મે 2023 જાહેર કરવામા આવી છે. અગાઉ તલાટી ની ભરતી પરીક્ષા તા. 30 એપ્રીલ 2023 ના રોજ લેવાનાર હતી. પરંતુ ઉમેદવારોની સંખ્યા ખૂબ વધુ હોવાથી પુરતા પરીક્ષા કેંદ્રો ની વ્યવસ્થા ન થઇ શકવાને લીધે આ પરીક્ષા તારીખ 7 મે 2023 ના રોજ લેવાનુ નક્કી કરવામા આવ્યુ છે. આ પરીક્ષા આપવા જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તેવા ઉમેદવારો પૈકી જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમણે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન આપવાનુ રહેશે. ચાલો જાણીએ આ કન્ફર્મેશન આપવાની પ્રોસેસ.
Talati Exam date 2023
સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
જગ્યાનુ નામ | તલાટી કમ મંત્રી |
Talati Exam date 2023 | 7 મી મે, 2023 |
આર્ટીકલ પ્રકાર | તલાટી પરીક્ષા કન્ફર્મેશન |
ઓફીસીયલ વેબસાઇટ | gpssb.gujarat.gov.in |
આ પણ વાંચો: TET હોલ ટીકીટ 2023: TET 2 પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ શરૂ
તલાટી પરીક્ષા સંમતિપત્ર
GPSSB દ્વારા આજે એક નોટીફીકેશન બહાર પાડી તલાટીનુ ફોર્મ ભરેલ ઉમેદવારોને એક કંફર્મેશન આપવા માટે જણાવ્યુ હતુ. તલાટી ની પરીક્ષામાં જેટલા ઉમેદવારો ભાગ લેવા માગતા હોય અને જે ઉમેદવારો આ કંફર્મેશન ઓનલાઇન આપશે તેટલા જ ઉમેદવારો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેથી બિનજરૂરી વ્યય ન થાય અને પરીક્ષાની સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેમનું અગાઉથી સંમતિ પત્રક મેળવવામાં આવશે. તલાટી પરીક્ષા આપવા માંગતા દરેક ઉમેદવારોએ આ કંફર્મેશન આપવુ જરૂરી છે. આ કંફર્મેશન ઓનલાઇન આપવાનુ રહેશે. તલાટી પરીક્ષા માટે કંફર્મેશન ઓનલાઇન કેમ આપવુ તેના સ્ટેપ જોઇએ.
- તલાટી પરીક્ષા માટે કંફર્મેશન આપવા માટે સૌ પ્રથમ OJAS વેબસાઇટ ઓપન કરો.
- ત્યારબાદ તેમાં નોટિસ બોર્ડ પર જાઓ.
- તલાટી પરીક્ષાની સંમતિ પત્રક ભરવા માટેની લીંક પર ક્લિક કરો
- સિલેક્ટ જોબમાં તલાટી કમ મંત્રી પરીક્ષા સિલેક્ટ કરો
- તેમાં તમારો કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખો
- અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરી સંમતિ પત્ર રજીસ્ટર કરો
આ પણ વાંચો: SMC Recruitment: સુરત મહાનગરપાલિકા શિક્ષણ સહાયક ભરતી, 7 જગ્યાઓ પર શિક્ષકની ભરતી
અગત્યની લીંક
તલાટી પરીક્ષા કંફર્મેશન નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
GPSSB ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
તલાટી પરીક્ષા સંમતિપત્ર OJAS | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Home Page | અહીં ક્લિક કરો |

Faq’S
તલાટી પરીક્ષા માટે કંફર્મેશન આપવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
https://ojas.gujarat.gov.in
તલાટી ની પરીક્ષા તારીખ શું છે ?
7 મી મે, 2023
તલાટી પરીક્ષા માટે કંફર્મેશન આપવા ની છેલ્લી તારીખ શું છે ?
20 એપ્રીલ 2023
Pati. Navathifalayu. Dist. Tapi
Pati. Navathifalayu. Dist. Tapi. Ta. Dolvan. Guj.