TAT Exam Pattern: TAT પરીક્ષા પધ્ધતિ: શાળાઓમા શિક્સક બનવા માટે ટેટ અને ટાટ પરીક્ષાઓ લેવામા આવે છે. જેમા ધોરણ 1 થી 8 મા શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા પાસ કરવાની હોય છે. જ્યારે ધોરન 9 થી 12 મા શિક્ષક બનવા માટે ટાટ પરીક્ષા પાસ કરવાની હોય છે. નવી શિક્ષણ નિતી ના અનુસંધાને ધોરણ 9 થી 12 મા શિક્ષક બનવા માટે લેવામા આવતી ટાટ પરીક્ષા પધ્ધતિ મા એટલે કે TAT Exam Pattern મા ફેરફાર કરવામા આવ્યો છે. ચાલો જાણીએ TAT Exam Pattern મા શું ફેરફાર કરવામા આવ્યો છે ?
હવેથી ધોરણ ૯ થી ૧૨ શિક્ષક બનવા દ્વિસ્તરિય પરિક્ષા આપવી પડશે.જુઓ TAT Exam Pattern
અત્યાર સુધી TATની એક જ પરીક્ષાના આધારે શિક્ષક બની શકતા હતા હવે ધો. 9થી 12માં શિક્ષક બનવા પ્રિલિમિનરી પરીક્ષા લેવાશે, માટે બે પરીક્ષા આપવી પડશે શિક્ષણ વિભાગે શિક્ષક બનવા માટેની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી શિક્ષક અભિરૂચી કસોટી (TAT)માં શિક્ષણ વિભાગ દ્વારા ધરખમ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
અત્યાર સુધી એક જ પરીક્ષાના આધારે ઉમેદવારો હાઈસ્કૂલમાં શિક્ષક બની શકતા હતા. પરંતુ હવે નવા ફેરફાર બાદ શિક્ષક બનવા માટે દ્વિસ્તરીય પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પણ બહાર પાડી દીધો છે. જેમાં ઉમેદવારોએ પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા આપવાની રહેશે. અને તેના મેરિટના આધારે મેઈન્સ લેવામાં આવશે. જેથી હવે પછી શિક્ષણ વિભાગ દ્વારા થનારી ભરતી નવી પરીક્ષા પદ્ધતિના આધારે લેવામાં આવશે.
TAT Exam Date 2023
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા TAT પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખોની જાહેરાત કરવામા આવી છે. જે નીચે મુજબ છે.
TAT પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો | 2-5-2023 થી 20-5-2023 |
TAT Exam Date 2023 પ્રાથમિક પરીક્ષા | 4-6-2023 |
TAT Exam Date 2023 મુખ્ય પરીક્ષા | 18-6-2023 |

આ પણ જુઓ:ધોરણ ૧ થી ૧૨ ના પાઠ્ય પુસ્તક ડાઉનલોડ કરો.
ક્યારે લેવાશે પરીક્ષા નવી TAT Exam Pattern મુજબ
સંભવત મે મહિનાના અંતમાં અથવા તો જૂન માસની શરૂઆતમાં પરીક્ષા લેવાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધો.9થી 12ની શાળામાં શિક્ષક બનવા માટે 2012થી શિક્ષક અભિરૂચી કસોટી લેવામાં આવે છે. 200 માર્કની આ પરીક્ષા અત્યાર સુધી MCQ પ્રકારે લેવામાં આવતી હતી. જેમાં ઉપસ્થિત થનાર ઉમેદવાર પરીક્ષા પાસ કર્યા બાદ શાળામાં શિક્ષક બનવા માટે લાયક ગણાતા હતા. જોકે, નવી શિક્ષણ નિતીમાં વિદ્યાર્થીઓને વ્યવસાયિક કૌશલ્યો શીખવવાની ભલામણ કરવામાં આવી છે. જેથી વધુ ગુણવત્તાસભર શિક્ષકોની ભરતી કરી શકાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટેની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
શિક્ષકો માટેની શિક્ષક અભિરૂચી કસોટી (TAT)માં ફેરફાર કરાયો છે. જેમાં હવેથી આ પરીક્ષા વર્ગ-। અને વર્ગ-2ના કર્મચારીઓની જેમ જ લેવાનું આયોજન કરાયું છે. ટાટ પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલા ફેરફાર અંગે સરકાર દ્વારા ઠરાવ પણ બહાર પાડી દેવામાં આવ્યો છે. ધો.9 અને ધો,10 માટે શિક્ષક અભિરૂચી કસોટી- માધ્યમિક અને ધો.11 અને ધો.12 શિક્ષક અભિરૂચી ક્સોટી- ઉચ્ચતર માધ્યમિક લેવામાં આવશે. બંને પરીક્ષાની લાયકાત ધરાવતા ઉમેદવારો બંને પરીક્ષા આપી શકશે.
કેટલા ગુણની હશે પરીક્ષા
TATની પરીક્ષા પદ્ધતિમાં 200 માર્કની પ્રિલિમ પરીક્ષા MCQ આધારિત હશે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક્સરખો રહેશે. જ્યારે બીજા ભાગમાં 100 ગુણનો વિભાગ ઉમેદવાર અરજી કરે તે વિષ્ય આધારિત પ્રકારની મેઈન્સ પરીક્ષા લેવાશે પૂછવામાં આવશે. MCQ આધારિત આ કસોટીના મુલ્યાંકનમાં ખોટા જવાબ માટે 0.25 માર્કનું નેગેટીવ મુલ્યાંકન રહેશે. ત્યારબાદ પ્રિલિમિનરીના કટઓફના આધારે ઉમેદવારો મેઈન્સ આપી શકશે.
આ પણ જુઓ:ક્યારે જાહેર થશે ધોરણ ૧૦ અને ૧૨ નુ પરિણામ
કેવુ હશે મેઈન્સ પરિક્ષાનુ માળખુ જુઓ TAT Exam Pattern
મેઈન્સ વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પરીક્ષા લેવાશે, જેમાં 100-100 ગુણના બે પેપર પૂછવામાં આવશે. પ્રથમ પેપર માધ્યમ મુજબ ભાષાનું રહેશે. જ્યારે બીજી પેપર વિષયવસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રનું હશે. સરકાર દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી શરૂ કરવામાં આવનારી જ્ઞાનસેતુ, જ્ઞાનશક્તિ સહિતની ચાર પ્રકારની પ્રોજેક્ટ શાળાઓ તેમજ જ્યાં શિક્ષકોની ઘટ હોય છે ત્યાં ભરવામાં આવતા પ્રવાસી શિક્ષકોની પસંદગી પણ આ પરીક્ષાના મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું. હાઈસ્કૂલના શિક્ષક માટેની આ પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારના મેરિટ લિસ્ટની માન્યતા એ પછી નવી પરીક્ષા જ્યાં સુધી લેવાય નહીં ત્યાં સુધીની રહેશે તેમ પણ ઠરાવાં પણ જણાવાયું છે,
મહત્વપૂર્ણ લિંક
TAT ફોર્મ ઓનલાઇન ojas | અહીં ક્લિક કરો |
TAT ઓફીસીયલ નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
TAT Exam Syllabus | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

ટાટની પ્રીલીમ્સ પરીક્ષા કેટલા માર્કની હશે?
૨૦૦
TAT Exam Date 2023 શું છે ?
4-6-2023
TAT પરીક્ષાન અફોર્મ ભરવાની વેબસાઇટ કઇ છે ?
OJAS