Titan Submarine Blast: ટાઇટન સબમરીનમાં કઈ રીતે થયો બ્લાસ્ટ: આ બ્લાસ્ટનો વિડીયો: ટાઈટેનિક સબમરીનનો કાટમાળ શોધવા માટે ગયેલા 5 વ્યક્તિ કે જેમનું આ Titan Submarine Blast માં મોત થયું છે. ગત 18 જૂન ના રોજ આ ટાઇટન સબમરીનમાં 5 લોકો ટાઈટેનિક ના કાટમાળને શોધવા ગયા હતા અને સમુદ્રમાં ગયા પછી 2 કલાક માંજ તેમનો સંપર્ક તૂટી ગયો હતો. અને આ Titan Submarine Blast સમુદ્ર થવાને કારણે તેમાં સવાર 5 લોકોના મોત થયા છે. ત્યારે આ સબમરીનમાં કઈ રીતે બ્લાસ્ટ થયો તેનો વિડીયો સામે આવ્યો છે જે Titan Submarine Blast પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિઓ સબમરીનમાં મોત,
Titan Submarine Blast વિશે.
ટાઈટેનિક જહાજ જળસમાધી બાદ પાતાળમાં રહેલ કાટમાળ બતાવવા ગયેલી ટાઈટન સબમરીન ગઈ તા. 18 જૂન ના રોજ બે ખબર બની હતી એટલાન્ટિક મહાસાગરમાં લાપતા થયેલ ટાઇટન સબમરીનમાં સવાર થયેલ તમામ 5 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. આ બધા લોકો ડૂબી ગયેલા જહાજ ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે સમુદ્રના તળિયે ગયા હતા. સબમરીનનું સંચાલન કરતી કંપની Oceangate Expeditions એ આ વાતની પુષ્ટિ કરી છે અને મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ આપી છે. હાલ આ ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.
એનિમેશન દ્વારા અકસ્માત દર્શાવવાનો પ્રયાસ
ગુરુવારે US કોસ્ટ ગાર્ડ દ્વારા તપાસ હાથ ધરી તેનો કાટમાળ શોધી કાઢ્યો હતો. જેને લઈને હવે આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં Animation મારફતે એક્સિડન કેવી રીતે થયુ હશે. તે દર્શાવવા પ્રયાસ કરાયો છે. દરિયામાં મોટા વિસ્ફોટને કારણે સબમરીન ડૂબી ગઈ હતી. જેમાં ઈંગ્લેન્ડના અરબોપતિ 5 પૈસાદાર લોકો સવાર હતા, જેનું મૃત્યુ થયાનું બહાર આવ્યુ છે. મહત્વનું છે કે તમામ સવારઓ સબમરીન મારફતે ટાઈટેનિક જહાજનો ભંગાર જોવા જતા હતા.
સબમરીનમા વિસ્ફોટ
ઉલ્લેખનીય છે કે વર્ષ 1912 માં, ખૂબ જ વૈભવી જહાજ ટાઇટેનિક બરફના વિશાળ ખડક સાથે ભટકાઈને ડૂબી ગયું હતું. આ ઘટનામાં ઘણી મોટી સંખ્યામાં લોકોના મોત નિપજ્યાં હતા. ટાઇટેનિક ફિલ્મના ડાયરેક્ટર જેમ્સ કેમેરોને કહ્યું, ‘અમને એક કલાક પછી જ સબમરીનમાં વિસ્ફોટ થયાની પુષ્ટિ થઈ જવા પામી હતી. સબમરીન ગુમ થતાંની સાથે જ જોરદાર ધડાકાનો અવાજ આવ્યો હતો. આથી અજુગતું થયાનું સામે આવ્યું હતું. આ અવાજ પાણીમાં ધ્વનિના તરંગો માપતા હાઇડ્રોફોન પર આવ્યો હતો. પછી સંપર્ક તૂટતા સબમરીનમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું હતું.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

ટાઇટન સબમરીનની દૂરઘટના ક્યારે બની હતી ?
18 જૂનના રોજ
ટાઇટન સબમરીનસમુદ્રમાં શું કરવા ગયા હતા ?
ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા
1 thought on “Titan Submarine Blast: ટાઇટન સબમરીનમાં કઈ રીતે થયો બ્લાસ્ટ, જુઓ અહીથી,આ બ્લાસ્ટનો વિડીયો આવ્યો સામે.”