Toothpaste cleaning tips: દાંત જ નથી પણ આ વસ્તુ પણ થશે એકદમ ચકાચક: દરેક લોકો સવારે ઊઠીને પહેલા દાંતે બ્રશ કરે છે ત્યાર બાદ બધી પ્રક્રિયાઑ કરતાં હોય છે. આ બ્રશ કરવામાં લોકો જુદા જુદા પ્રકારના ટૂથપેસ્ટ નો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ટૂથ બ્રશથી ખાલી દાંત જ સાફ નથી થતાં અન્ય વસ્તુ માટે પણ આ ટૂથપેસ્ટ ઉપયોગી છે, માટે આપણે આજે આ Toothpaste cleaning tips વિશે જાણીશું અને તેના ઉપયોગની રીત વિષે ચર્ચા કરીએ નીચે મુજબ.
Toothpaste cleaning tips વિશે
ટૂથપેસ્ટ, તમારા દાંત સાફ કરવા માટે તેના દરરોજ વપરાસ ઉપરાંત, ઘણા ઘરગથ્થુ ઉપચાર માટે ક્લીનર તરીકે પણ અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ઘરે જુદી જુદી વસ્તુઓ ની સફાઈ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાની અદભૂત રીતો એટ્લે કે Toothpaste cleaning tips જણાવવા જઈ રહ્યા છીએ. જે નીચે મુજબ છે.
આ પણ વાંચો: પાણીની બોટલ વિશેનું તથ્ય, જે પાણીની બોટલ 20 રૂપિયામાં ખરીદીએ છીએ તેની ઓરીજનલ કિંમત છે આટલી.
1. જ્વેલરીને ની સફાઈ.
Toothpaste cleaning tips માં સૌ પ્રથમ જ્વેલરીને ચકાચક બનાવવા માટે કરી શકાય છે. આ માટે તમે ટૂથપેસ્ટને થોડા પાણી સાથે મિક્સ કરો. પછી તે પેસ્ટને સોનાના આભૂષણો પર લગાવો અને મુલાયમ બ્રશ કે કપડાથી ધીમેથી સફાઈ કરો. પછી તમે આભૂષણને પાણીથી ધોઈ લો અને એક મુલાયમ કપડા પર સુકવી દો.
2. ટ્રોલી સાફ કરો.
ટ્રૉલી સફાઈ કરવા માટે અડધી ચમચી ટૂથપેસ્ટમાં એક ચમચી ખાવાનો સોડા મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તે પછી, તમારી ટ્રોલી બેગના ડાઘ વાળી જગ્યામાં પેસ્ટ લગાવો અને સ્વચ્છ કપડા અથવા સ્પોન્જ વડે હળવા હાથે ઘસો. એકવાર તમે scrubbing પૂર્ણ કરી લો, પછી બેગને સ્વચ્છ, ભીના કપડાથી સાફ કરો. તમારી ટ્રોલી બેગ એકદમ નવી જેવી ચોખ્ખી થઈ જશે.
3. ટાઇલ્સને સાફ કરો.
ટાઈલ્સની સફાઈ કરવા માટે તમે હુંફાળા પાણીમાં ટૂથપેસ્ટ મિક્સ કરો. ત્યાર પછી ટૂથપેસ્ટને ટાઇલ્સ પર લગાવો અને મુલાયમ scrubbing બ્રશ કે કપડાથી Scrub કરો. એક વખત જ્યારે સ્ક્રબ્રિંગ પૂર્ણ કરી લો, પછી ટાઇલ્સને પાણીથી ધોઈ નાખો. એટ્લે ટાઇલ્સ એકદમ ચકાચક થઈ જશે.
4. દીવાલના છિદ્રને ભરવા માટે ઉપયોગી.
દીવાલના છિદ્ર ભરવા માટે, છિદ્ર પર ટૂથપેસ્ટ લગાવો અને તેને સંપૂર્ણ પણે સુકાવા દો. જેમ જેમ ટૂથપેસ્ટ સુકાઈ જાય છે તેમ, તે સખત થઈ જશે અને છિદ્રને ભરશે, તમારી દીવાલને સરળ અને સુંદર દેખાશે.
આ પણ વાંચો: પ્રભાસની આગામી ફિલ્મ સાલારનું ટીઝર રીલીઝ, આ એક્શન ફિલ્મ માં પ્રભાસને જોઈને રૂવાડા ઊભા થઈ જશે.
5. નળની સફાઈ કરો.
નળની સફાઈ માટે તમે ટૂથપેસ્ટમાં થોડો સફેદ વિનેગર અથવા લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને નળ પર લગાવો અને તેને બ્રશ અથવા સ્પોન્જ વડે સારી રીતે ઘસી નાખો. ત્યાર પછી કોઈપણ કચરો દૂર કરવા માટે સ્વચ્છ પાણીથી નળને ધોઈ લો. નળ એકદમ ચોખ્ખો થઈ જશે.
6. કાચની સફાઈ
કાચની સફાઈ માટે કપડા પર ટૂથપેસ્ટ લગાવો અને તેને કાચની સપાટી પર ઘસો, પછી નવા કપડાથી કાચની સફાઈ કરો. આ સિમ્પલ યુક્તિ તમને ઓછા પ્રયત્નો સાથે ચમકદાર ગ્લેઝ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.
ડિસ્ક્લેમર
આ બાબતે અમે માત્ર મદદના ભાગ રૂપે માહિતી આપીએ છીએ, કોઈપણ પ્રયોગ કરતાં પહેલા તમારા એક્સપર્ટ ની સલાહ મુજબ અને તમાર જોખમ મુજબ કરવું આ બાબતે www.khedutsupport.in/ કોઈ જવાબદાર નથી.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

દીવાલના છિદ્રને ભરવા ટૂથપેસ્ટ કઈ રીતે ઉપયોગી છે ?
છિદ્ર પર ટૂથપેસ્ટ લગાવો અને તેને સંપૂર્ણ પણે સુકાવા દો. જેમ જેમ ટૂથપેસ્ટ સુકાઈ જાય છે તેમ, તે સખત થઈ જશે અને છિદ્રને ભરશે,
નળની સફાઈ માટે ટૂથપેસ્ટ કઈ રીતે ઉપયોગી છે ?
ટૂથપેસ્ટમાં થોડો સફેદ વિનેગર અથવા લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને નળ પર લગાવો અને તેને બ્રશ અથવા સ્પોન્જ વડે સારી રીતે ઘસી નાખો એટ્લે નળ ચોખ્ખો થઈ જશે.
ટાઈલ્સની સફાઈ કરવા ટૂથ પેસ્ટ કઈ રીતે ઉપયોગી છે ?
હુંફાળા પાણીમાં ટૂથપેસ્ટ મિક્સ કરો. ત્યાર પછી ટૂથપેસ્ટને ટાઇલ્સ પર લગાવો અને મુલાયમ scrubbing બ્રશ કે કપડાથી Scrub કરો જેથી ટાઇલ્સ ચોખ્ખી થઈ જશે.
1 thought on “Toothpaste cleaning tips: ટૂથપેસ્ટ થી ખાલી દાંત જ નથી પણ આ વસ્તુ પણ થશે એકદમ ચકાચક, જાણો આ 6 ટિપ્સ વિશે.”