TOP 10 School: આ છે વિશ્વમા આવેલી TOP 10 સ્કૂલો, પ્રથમ નંબરે છે ભારતની સ્કુલ

TOP 10 School in worlds: worlds biggest schools: દુનિયામા આવેલી આ 10 મોટી સ્કૂલોમાં પહેલા નંબર પર ભારતીય સ્કૂલ છે. ત્યાર બાદ બાકીની નવ દુનિયાના અલગ અલગ દેશોમા આવેલી છે. અન્ય કોઈ પણ સ્કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અને ઈમારતનું ક્ષેત્રફળના હિસાબે આ સ્કૂલ સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. પણ આ બાકીની નવ સ્કૂલોની પોતાની અલગ અલગ ખાસિયતો છે, બાકીની આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ભલે ઓછી સંખ્યામાં ભણે છે, પણ અહીં જગ્યા એટલી વિશાળ છે કે, તેમા સંખ્યાને વધારી શકાય છે. આ સ્કૂલ સુંદરતામાં પણ એકબીજાને ટક્કર આપે એવી છે.

TOP 10 School in worlds

આજે આપણે જોઇએ દુનિયામા આવેલી TOP 10 સ્કુલો વિશે.

સિટી મોટેંસરી સ્કૂલ- લખનઉ

TOP 10 School મા આ સ્કુલ પ્રથમ નંબરે આવેલી છે. ભારતમા આવેલી આ સ્કૂલની વિશાળ ઈમારત અને આકારમાં મહેલ જેવી લાગે છે. સ્કૂલમાં લગભગ 2.5 હજાર જેટલા તો શિક્ષકો છે. દુનિયાની સૌથી મોટી સ્કૂલ તરીકે તેને વર્ષ 2000માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યુ હતુ. આ શાળાનો રેકોર્ડ હજૂ પણ તૂટ્યો નથી. ભારતના લખનઉમાં આવેલી સિટી મોન્ટેસરી સ્કૂલ વિશ્વની સૌથી મોટી સ્કૂલોમાં પ્રથમ નંબર પર છે. જગદીશ ગાંધી દ્વારા 1959માં ફક્ત પાંચ વિદ્યાર્થીઓ સાથે શરુ કરેલી આ સ્કૂલમાં હવે 58,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ પણ વાંચો: આજના કેસર કેરી ના ભાવ જાણો

શ્લોસ સલેમ સ્કૂલ- બાડેન-વુર્ટેમબર્ગ, જર્મની

TOP 10 School મા આ સ્કુલ બીજા નંબરે આવેલી છે. (Schloss Salem School – Baden-Württemberg, Germany) આ સ્કૂલ જર્મની મા આવેલી છે. આ સ્કુલની મોટીઈમારત છે. દક્ષિણી જર્મનમાં આ સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે. સ્કૂલ જોવામાં કોઈ મહેલ જેવી લાગે છે. સ્કૂલના બાળકોની ભીડ, આજૂબાજૂની લોનમાં ખૂબ જ મોજ કરે છે. અહીંની લોન જોવામાં ખૂબ જ શાનદાર, અને કોઈ બગીચા જેવી લાગે છે.

ડી ક્લેન કેપિટિન સ્કૂલ- એમ્સ્ટર્ડમ, નેધરલેન્ડ

TOP 10 School મા આ સ્કુલ ત્રીજા નંબરે આવેલી છે. (De Kleine kapitein School – Amsterdam, Netherlands)- આ સ્કુલ નેધરલેન્ડ મા આવેલી છે. દુનિયાની સૌથી મોટી સ્કૂલોમાં સામેલ આ સ્કૂલ મોડ્યૂલર ટેકનિક પર બનાવવામા આવી છે. અહીં ભણનારા બાળકોની સંખ્યા તો વધારે નથી, પણ જરુર પડતા સરળતાથી તેને વધારી શકાય તેવી વ્યવસ્થા છે. હાલમાં વિદ્યાર્થીઓની કેપીસીટી બે હજારથી વધારે નથી. આ સ્કુલનુ સ્ટ્રક્ચર ખૂબ જ શાનદાર છે અને જોવામાં પણ સુંદર લાગે છે.

ZILArt સ્કૂલ- મોસ્કો, રશિયા

(ZILArt School – Moscow, Russia)- આ સ્કુલ રહીયામા આવેલી છે. આ લિકચેવના પૂર્વ વિસ્તારમાં આવેલ છે. જ્યાં સ્થાનિક રહેવાસીઓની આકાંક્ષાઓ હાલમાં પણ શોપિંગ સેન્ટર અને આવાસીય ગગનચુંબી ઈમારતો ઉપરાંત સરસ સ્કુલ બનાવવામાં સફળ રહી છે. લખનઉની પ્રથમ સ્થાનવાળી સ્કૂલ સાથે તુલના કરવી તો શક્ય નથી છે, પણ રશિયામાં એક એવી છતની નીચે સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા આવેલી છે.

આ પણ વાંચો: વ્હાલી દિકરી યોજના. મળશે રૂ.110000 ની સહાય

ક્વીન એથેલબુર્ગા કોલેજ- યોર્ક, યૂનાઈટેડ કિંગડમ

(Queen Ethelburga’s College – York, United Kingdom)- કેંટનું એથેલબુર્ગા, જેને ટાટાના નામથી ઓળખવામાં આવે છે. આ સ્કુલ દેશના ઉત્તરી ભાગમાં આવેલ છે. જોવામાં તો આ સ્કુલ પ્રાચીન મહેલ જેવી લાગે છે, પણ તેને સદીની શરુઆતી 20ના દાયકામાં બનાવવામા આવી છે. આ આધુનિક શૈલી થી બનેલ છે. પ્રભાવશાળી આકાર છતાં વિદ્યાર્થીઓની સંખ્યા, બોવ વધુ નથી , અહીં દોઢ હજારથી વધારે વિદ્યાર્થીઓ નથી.

ટેરાસેટ એલીમેટ્રી સ્કૂલ- રેસ્ટન, યૂએસએ

(Terraset Elementary School — Reston, USA)- આ સ્કુલ યૂએસએ મા આવેલી છે. તેની ઈમારત ખૂબ જ મોટી છે. જો કે, જોવામાં તે પ્રથમ નજરે એવી નથી લાગતી. તેનો મોટો ભાગ ભોયતળીયે છે. આવી રીતે એક અજીબ એન્જીનિયરીંગ થર્મલ ઊર્જા બચાવવા માટે ડિઝાઈન કરવામા આવી છે. આ શૈક્ષણિક સંસ્થા 70 ના દાયકામાં બનાવ્યું હતું. અહીં અધ્યયન કરવું ખૂબ જ આરામદાયક નથી.

ઈંટરનેશનલ સ્કૂલ- અબૂ ધાબી, સંયુક્ત અરબ અમીરાત

(International School – Abu Dhabi, UAE)- UAE મા આવેલી આ ભવનની ચાર દીવાલની અંદર દોઢ હજારથી વધારે વિદ્યાર્થી ભણી શકે છે. આ અમીરાતની મોટા ભાગની સ્કૂલોની માફક અહીં મોટા પાયે અને આધુનીક ટેકનોલોજી સાથે બનાવી છે. અહીં ફિઝિકલ અને કેમિકલ લેબોરેટરી અમેરિકી અને યૂરોપિય સ્કૂલોને પણ ટક્કર મારે એવી છે.

ચાર્ટરહાઉસ સ્કૂલ- ગોડાલ્મિંગ, યૂનાઈટેડ કિંગડામ

(Charterhouse School — Godalming, United Kingdom)-જે આ સ્કુલ વિશે નથી જાણતા, તે પહેલી નજરમાં તેને જોઈને આ ઈમારતને ખાનગી સંપત્તિ અથવા વિક્ટોરિયન ઈંગ્લેન્ડના કોઈ મહાન વ્યક્તિના આવાસીય ઘર માની લેશે. આ સ્કુલનુ બીલ્ડીંગ જોવામાં એટલું જ શાનદાર છે. વાસ્તવમાં, આ એક એવી સ્કૂલ છે, જેને દેશની સૌથી જૂની અને સૌથી મોટી સ્કૂલ મા થી એક માનવામાં આવે છે. અહીં XVII સદીની શરુઆતના ત્રીજા ભાગમાં સ્થાપિત કરવામા આવી હતી અને ખૂબ જ સારી દેખાય છે.

વોટરશેડ સ્કૂલ- બોલ્ડર, યૂએસએ

(Watershed School – Boulder, USA)- આ સ્કુલને જો કે, તેને ક્ષેત્રફળના આધાર પર મોટી કરી શકાય નહીં. જો સ્કૂલના કાયદા કાનૂના હિસાબથી જોવામાં આવે તો, આ ઈમારત એ રીતે નથી બનાવી, અહીં બંધ રુમ જેવા ક્લાસ નથી. અહીં રસ્તા અને પાર્ક આવેલા છે. જ્યોગ્રાફીને બાયોલોજીની સાથે ખુલ્લામાં, જંગલ કિનારે ભણાવવામાં આવે છે. અહીં કોઈ સીમા અને નિયમો નથી.

ઘણી શાળાઓ પોતાની અલગ જ વિશેષતાઓ ધરાવતી હોય છે. ત્યારે ગુજરાત મા ઘણી ખૂબ જ સારી શાળાઓ આવેલી છે. ઘણી સરકારી શાળાઓ પ્રાઇવેટ શાળા ને પણ ટક્કર મારે એવી છે. હાલ સરકારી શાળાઓ પણ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામા આવી છે. અને ટેટ ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરેલા નિષ્ણાંત શિક્ષકોની ભરતી થવાથી શિક્ષણ ગુણવતાયુક્ત બન્યુ છે.

અગત્યની લીંક

Home pageClick here
Join our whatsapp GroupClick here
TOP 10 School
TOP 10 School

સિટી મોટેંસરી સ્કૂલ- લખનઉ મા કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ?

58000 વિદ્યાર્થીઓ

ચાર્ટરહાઉસ સ્કૂલ ક્યા આવેલી છે?

ગોડાલ્મિંગ, યૂનાઈટેડ કિંગડામ

ટેરાસેટ એલીમેટ્રી સ્કૂલ ક્યા આવેલી છે ?

રેસ્ટન, યૂએસએ

4 thoughts on “TOP 10 School: આ છે વિશ્વમા આવેલી TOP 10 સ્કૂલો, પ્રથમ નંબરે છે ભારતની સ્કુલ”

  1. સૌથી મોટી સ્કૂલ બનાવવા થી કઈ ફાયદો નથી પણ તેમા આપવા માં આવતું ભણતર કેવું છે એ મહત્વ નુ છે સાહેબ

    Reply

Leave a Comment

error: Content is protected !!