Tourist places of Gujarat: ગુજરાતના 5 બેસ્ટ ફરવા લાયક સ્થળ: આપણે ત્યાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આ ઋતુ દરમિયાન વરસાદ થવાથી પર્વતો અને જંગલો લીલા છમ થઈ ગયા છે. જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય એટલા અદ્ભુત રમણીય સ્થળો લાગે છે. ત્યારે લોકો આવા રમણીય સ્થળોમાં ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. નદીઓ, ઝરણાઓ, ગાઢ જંગલો, હિલ સ્ટેશન વગેરે સ્થળે ફરવા જવાની મજા જ કઈ અલગ હોય છે. ત્યારે અમે આજે Tourist places of Gujarat એટ્લે કે ગુજરાતનાં 5 એવા રમણીય સ્થળો વિશે વાત કરવા જઇ રહ્યા છે. જ્યાં તમે ફરવા જશો તો રોકાઈ જવાનું મન થઈ જશે. તો આવો જોઈએ આ Tourist places of Gujarat વિશેની માહિતી.
ગુજરાતના ઘણા તીર્થ સ્થળો, શહેરો તેની જૂદ જુદી ખાસિયતો વિશે ઓળખીતા છે પણ કુદરતને જ્યાં પેટ ભરીને માણી શકાય એવા સ્થળોની વાત આવે તો ? એવા સ્થળો કે જ્યાં માત્ર કુદરતની જ લીલાઓ આગળ ફરવાનું હોય, ઇશ્વરના બક્ષેલા કુદરતી તત્વો જોવાના હોય ! એવા સ્થળો પણ છે ગુજરાતમાં કે જ્યાં તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકો. જેના વિશે વાંચીને કદાચ તમે ત્યાં જવાનો પ્લાન પણ બનાવી શકવા મજબુર બની જાઓ! અને ત્યાં જઇ આવ્યાં બાદ એ પ્રવાસ તમારી જીંદગીનું યાદગાર સપનું બની રહે. આવો આવા 5 Tourist places of Gujarat “ધી બેસ્ટ” ફરવાલાયક સ્થળોની યાદી વાંચીએ.
આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.
ગીરનું જંગલ
Tourist places of Gujarat સૌથી પહેલા વાત કરી તો ગુજરાતનો સૌથી મોટો જંગલ વિસ્તાર એટલે ગીર! સિંહોની વસ્તી ધરાવતો અદ્ભુત વન સંગમ.ઘણી બધી જાતના વૃક્ષો ધરાવતો અને અનેક નદી નાળાં સમેત ઝરણા ધરાવતો ભવ્ય પ્રકૃતિ મહોત્સવ ! માઇલો સુધી પથરાયેલ ગીરનું જંગલ પ્રકૃતિની પૂર્ણતા છે. અહિં આવેલ “Gir National Park”ની મુલાકાત ખરેખર લેવા જેવી છે. ગીરમાં આવ્યા પછી સિંહ જોવા ન મળે તો તો થઇ રહ્યું ! એ સિવાય પણ અનેક પ્રાણીઓ અહિં મુક્ત રીતે ફરે છે.પ્રકૃતિ અને પ્રાણીઓના સંગમ સ્થળ સમાન આ સ્થળની મુલાકાત લેવી સદાય અવિસ્મરણીય બની રહેશે. એક વખત મુલાકાત જરૂરથી લેવી જોઈએ.
સાપુતારા
સાપુતારા વિશે એક વાત તો પ્રસિધ્ધ જ છે કે,ગુજરાતમાં હવા ખાવા માટેનું તે એકમાત્ર સ્થળ છે! ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલ સાપુતારાની ભવ્ય પહાડીઓ ખરેખર અદ્ભૂત છે. અહિં પ્રકૃતિ સોળે કળાએ પથરાઇ છે. લોકોના ઔદ્યોગિકરણએ હજી અહીં બહુ પગપેસારો નથી કર્યો. સાપુતારા મુખ્યત્વે ડાંગના આદિવાસીઓનું રહવાનું સ્થળ હતું. અહિં આદિવાસી Museum પણ જોવાલાયક છે.ખાસ તો નૌકાવિહાર માટે જળાશય ! આહ્લાદક અનુભવની સાચી મજા !ઉપરાંત અહિં પહાડીઓ પરથી Sunset અને Sunrise Pointનો લ્હાવો પણ લેવા જેવો છે. સાપુતારાથી થોડે દુર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે.
તારંગા
મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી અંદાજે ૧૨૦૦ ફૂટ ઉંચી આ ડુંગરની ટેકરીઓ આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. અહિંની પર્વતીય સુંદરતા મનમોહક છે.ઉપરથી માઇલો સુધી પથરાયેલ અરવલ્લીના અનેક ટેકરાઓની જોતાં અદ્ભુત નઝરો જોવા મળે છે. અહિં જૈન મંદિરૌ આવેલા છે. કુમારપાળે અહિં ભગવાન અજિતનાથનું સુંદર દેરું બનાવેલું છે. અહિં ઘણા જૈન મંદિરો આવેલા છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રધ્ધાનું કેન્દ્ર છે. અહિંની મુલાકાત પણ મનોહર છે.
આ પણ વાંચો: મિલિયન, બિલિયન, ટ્રિલિયન માં કેટલા 0 આવે? આ આસન રીતથી શીખો 0 ની રમત, ભૂલવું હોય તો પણ નહીં ભૂલી શકો.
પાલિતાણા
Tourist places of Gujarat જોઈએ તો ભાવનગર જિલ્લામાં આવેલ જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થળ છે.આ નગરને “મંદિરોનું નાગર” પણ કહેવાય છે. અહિં જૈન યાદગીરી સાથે જોડાયેલા ઘણા મંદિરો આવેલા છે. સુંદર કોતરણી અને પવિત્રતાનો સંગમ! બસ, જોતા જ રહીએ એવી આકર્ષણની અનુભુતિ અને શાંતિનો અનુભવ અહિં થયા વિના રહેતો નથી. જૈનોના પ્રથભ તીર્થંકર ભગવાન આદિનાથની સાથે જોડાયેલ આ તીર્થંને તમામ જૈન તીર્થોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. અહીંનું મનમોહક વાતાવરણ બધાંને આકર્ષિત કરનાર છે.
ગિરનાર
ગિરનાર માં અહીના ધોધો, અહિંના ઝરણાં અને અહિં મળતી અનેક ઔષધિઓ. દિવસરાત ભટકતાં જ રહો એવો આશય ઉભો થાય! ગિરનારની ટૂંક ઉપર ગુરૂદત્ત બિરાજમાન છે. તો ઉપરકોટનો કિલ્લો પણ એની ભવ્યતા માટે આકર્ષક છે. ગીરની લીલોતરી વિશે તો આગળ વાત કરી પણ હવે ગીર જેને લીધે જાણીતું બન્યું એવા ગિરનાર વિશે. ગુજરાતનું સૌથી મહત્વનું તીર્થધામ અને સૌથી વધુ ઉંચાઇ એટ્લે ગિરનાર! જુનાગઢની ઉપર ગિરનાર જાણે પડછાયો બનીને ઉભો છે. આ સ્થળ એટ્લે પ્રકૃતિ માં મન મોહી જાય છે. ગિરનાર અને ગીરનું જંગલ બંને સ્થાની મુલાકાત લેવા જેવી છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

Tourist places of Gujaratમાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી અંદાજે કેટલા ફૂટ ઉંચી આ ડુંગરની ટેકરીઓ આવેલી છે.
૧૨૦૦ ફૂટ
ગુજરાતમાં એક માત્ર સ્થળ પર સિંહ જોવા મળે છે તે સ્થળ ક્યૂ છે ?
ગીરના જંગલમાં
2 thoughts on “Tourist places of Gujarat: ગુજરાતના 5 બેસ્ટ ફરવા લાયક સ્થળ, અહી ફરવા જશો તો રોકાઈ જવાનું મન થઈ જશે.”