ટ્રેન બેડરોલ: ટ્રેનમા મળતા બેડરોલ,ધાબળા છેલ્લે ક્યારે ધોવાયા તે ચેક કરો QR કોડથી

ટ્રેન બેડરોલ: ટ્રેનમ એ.સી. સ્લીપર કોચમા બેડરોલ, ધાબળા, ચાદર જેવી વસ્તુઓ મુસાફરોને આપવામા આવે છે. પરંતુ મુસાફરોને આ બેડરોલ,ધાબળા ધોવાયેલા છે કે નહિ તે બાબતે ચિંતા હોય છે. ઉપરાંત ઘણી વખત આ ધાબળા,ચાદર, બેડરોલ ગંદા હોવાથી ટ્રેનમા ઉહાપોહ થતો હોય છે. આ સમસ્યા નિવારવા રેલવી એક નવી શરૂઆત કરવા જઇ રહિ છે. જેમા મોબાઇલમા QR કોડ સ્કેન કરીને જ આ બેડરોલ ધોવાયેલ છે કે નહિ તે ચેક કરી શકાસે.

ટ્રેન બેડરોલ

ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોને ઉપયોગ કરવા માટે ટ્રેન બેડરોલ ધાબળા, ગાદલા અને ટુવાલ જેવી વસ્તુઓ આપવામાં આવે છે. લોકોના મનમાં સતત એ ચિંતા હોય છે કે આ વસ્તુઓ ધોવાયેલ છે કે નહીં, ભારતીય રેલવે હવે આ અંગે એક નવી પહેલ કરવા જઈ રહી છે. લોકોના મનમાં ઉઠતા આ સવાલોના નિરાકરણ માટે રેલવેએ QR કોડની વ્યવસ્થા કરી છે, જેને મોબાઇલમા સ્કેન કરીને મુસાફરો જાણી શકશે કે બેડરોલ ગંદુ છે કે સ્વચ્છ. આ સાથે, તમે એ પણ જાણી શકશો કે તે છેલ્લી વખત આ વસ્તુઓ ક્યારે ધોવાઇ હતી.

આ પણ વાંચો: E20 Petrol: E20 પેટ્રોલ ના ફાયદા, ક્યા મળશે E20 પેટ્રોલ

આ અંગે મળતી માહિતી અનુસાર, ગયા રેલવે સ્ટેશન પરથી પસાર થતી અમુક ટ્રેનોમાં પ્રારંબિક ધોરણે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. હાજીપુરના મુખ્ય જનસંપર્ક અધિકારી વીરેન્દ્ર કુમારે જણાવ્યું કે રેલ્વે મુસાફરો બેડરોલ અંગે ફરિયાદ કરતા હોય છે. આ સમસ્યાના નિવારણ માટે બેડરોલના પેકેટ પર QR કોડ ના માર્ક કરવામાં આવ્યો છે.

QR કોડ પેકેટ શું છે?

એસી કોચમાં આપવામાં આવતા ટ્રેન બેડરોલ ધાબળા, ટુવાલ અને ચાદર અંગે અવારનવાર આપણે ન્યુઝમા વાંચતા હોઇએ છીએ.. તેને દૂર કરવા માટે, રેલ્વેએ નવો અભિગમ અપનાવ્યો છે. બેડરોલના પેકેટ પર એક QR કોડ મૂકવામા આવ્યો છે. તેને મોબાઇલમા સ્કેન કરીને મુસાફરો જાણી શકે છે કે બેડરોલ નિયમિત ધોવામાં આવે છે કે નહીં. જ્યારે બેડરોલ પેક કરવામા આવ્યો હશે અને તેને સ્વચ્છતા સંબંધિત તમામ માહિતી રેલવે મુસાફરોને QR કોડથી જ મળી જશે. હાલ ઘણી ટ્રેનોમાં રેલવે દ્વારા આપવામાં આવેલા બેડરોલના પેકેટ પર QR કોડ મૂકવાની સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. જો QR સ્કેન કયા પછી બેડરોલ ગંદો જણાય તો તેને તરત જ બદલી આપવામાઆવશે. આ માટે કોચ એટેન્ડન્ટની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

હાલ કઇ ટ્રેનોમા આ સુવિધા છે ?

હાજીપુરના મુખ્ય જનસંપર્ક અધિકારી વીરેન્દ્ર કુમાર એ જણાવ્યુ હતુ કે ગયા રેલવે સ્ટેશન પરથી પસાર થતી અમુક મહત્વની ટ્રેનોમાં ટ્રેન બેડરોલ આ સેવા શરૂ કરવામાં આવી છે. મહાબોધિ, પુરુષોત્તમ એક્સપ્રેસ ટ્રેન, ભુવનેશ્વરી રાજધાની એક્સપ્રેસ ટ્રેન, રાંચી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને અન્ય ટ્રેનોમાં આપવામાં આવેલા બેડરોલના પેકેટમાં QR કોડ મૂકવામા આવ્યા છે. ધીરે ધીરે, તમામ ટ્રેનોમાં આપવામાં આવતા બેડરોલના પેકેટ પર QR કોડ સીસ્ટમ મૂકવામા આવશે. આ કોડ દ્વારા રેલવે મુસાફરો બેડરોલ વિશે માહિતી મેળવી શકે છે. ઘણી વખત બેડરોલ ગંદા હોય ત્યારે રેલ્વે મુસાફરો ઉહાપોહ કરતા હોય છે. પરંતુ, હવે એવું થશે નહીં. જો સ્કેનિંગ પર બેડરોલ ગંદો જણાય તો તેને તરત જ બદલી આપવામા આવશે.

અગત્યની લીંક

Home pageClick here
Join our whatsapp GroupClick here
ટ્રેન બેડરોલ
ટ્રેન બેડરોલ

3 thoughts on “ટ્રેન બેડરોલ: ટ્રેનમા મળતા બેડરોલ,ધાબળા છેલ્લે ક્યારે ધોવાયા તે ચેક કરો QR કોડથી”

Leave a Comment

error: Content is protected !!