Types Of Driving License: શું તમને ખબર છે ડ્રાઇવિંગ લાઇસન્સના પ્રકાર કેટલા છે?: આપણાં દેશમાં કોઈ પણ વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડે છે. એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે લાઇસન્સ ખૂબ જ અગત્યનું છે. ત્યારે આપણાં દેશમાં લાઇસન્સ વગર વાહન ચલાવવું ગેરકાનૂની છે અને જો લાયસન્સ વગર વાહન ચલાવતા ઝડપાયે તો ગુનો બને છે. પરંતુ શું તમે જાણો છો? કે Types Of Driving License એટ્લે કે ડ્રાઇવિંગ લાયસન્સના પ્રકાર વિશેની માહિતી? જો ના તો આવો જાણીએ કે Types Of Driving License એટ્લે કે ડ્રાઇવિંગ લાઇસન્સ ના કેટલા પ્રકાર હોય છે અને આપણાં માટે ક્યૂ લાઇસન્સ અગત્યનું છે.
Types Of Driving License
ભારતમાં કોઈપણ વાહન ચલાવવા માટે નિર્ધારિત વય મર્યાદા 18 વર્ષ છે. આ માટે દેશના તમામ લોકોએ વય મર્યાદા પૂર્ણ કર્યા પછી Driving License વાહન ચલાવવા માટે બનાવવું પડે છે. અમારા આ લેખમાં અમે તમારા માટે આવી જ માહિતી લઈને આવ્યા છીએ. આપણે જાણીશું કે કયું વાહન ચલાવવા માટે કયું Driving License જરૂરી છે અને Types Of Driving License એટ્લે કે તેના કયા પ્રકારો છે.
આ પણ વાંચો: સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસ પર બની મૂવી, 12 ભાષામાં રીલીઝ થશે, ટીઝર થયું રીલીઝ.
ભારતમાં આટલા પ્રકારના ડ્રાઇવિંગ લાઇસન્સ છે
જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે, તો તમારી પાસે Driving License માટે અરજી કરવાનો વિશેષાધિકાર છે પરંતુ કાયમી લાઇસન્સ મેળવતા પહેલા તમારે Driving Test પાસઆઉટ કરવી પડશે. દેશમાં અનેક પ્રકારના ડ્રાઇવિંગ લાયસન્સ ઉપલબ્ધ છે. તેમાથી આ મુખ્યત્વે 4 પ્રકારના હોય છે, ચાલો જાણીએ Types Of Driving License વિશે.
1. Learner’s Licence
Types Of Driving Licenseમાં પહેલા Learner’s Licence એ ભારતમાં કાયમી Driving License મેળવવાની દિશામાં પ્રથમ પગથિયું છે. તે એવા લોકોને આપવામાં આવે છે જેઓ Driving શીખવાની પ્રક્રિયામાં છે. Learner’s License Issue થયાની તારીખથી છ મહિના માટે માન્ય રહે છે, જે દરમિયાન તમારે કાયમી License માટે અરજી કરવી પડશે.
2. Permanent Licence (Private Vehicle) માટે
એકવાર તમે શીખવાનો પ્રક્રિયા પૂર્ણ કરી લો તે પછી 18 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓ કે જેમની પાસે 30 દિવસથી વધુ સમય માટે માન્ય Learner License છે તેઓ ખાનગી વાહનો માટે Permanent Driving License માટે અરજી કરી શકે છે. આ ઓનલાઈન અરજી પ્રક્રિયા દ્વારા અથવા પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO) ની મુલાકાત લઈને કરી શકાય છે.
3. Permanent Licence (Commercial Vehicle) માટે
આ પ્રકારનું લાયસન્સ એવા વ્યક્તિઓ માટે છે કે જેઓ માલસામાન અથવા મુસાફરોના પરિવહન સહિતના વ્યવસાય ના કામ અર્થે માટે વાહનો ચલાવે છે. વાણિજ્યિક વાહનનું લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવરે ઓછામાં ઓછું આઠમા ધોરણનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જરૂરી છે.
4. International Driving Permit માટે
આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ (International Driving Permit) તમને ભારતની બહાર વાહન ચલાવવાની મંજૂરી આપે છે. આ પરમિટ વિશ્વની માન્યતા ધરાવે છે અને નવીકરણના option સાથે એક વર્ષ માટે માન્ય છે. એ નોંધવું અગત્યનું છે કે International Driving Permit ફક્ત ત્યારે જ મેળવી શકાય છે જો તમારી પાસે પહેલેથી માન્ય કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ (Permanent Licence) હોય.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

International Driving Permit ક્યારે આપવામાં આવે છે ?
જો તમારી પાસે પહેલેથી માન્ય કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ (Permanent Licence) હોય.
Permanent Licence (Commercial Vehicle) માટે ઓછાંમાં ઓછું કેટલા ધોરણ અભ્યાસ કરેલ હોવા જોઈએ ?
ડ્રાઇવરે ઓછામાં ઓછું આઠમા ધોરણનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જરૂરી છે.
Permanent Licence (Private Vehicle) ક્યારે આપવામાં આવે છે ?
એકવાર તમે શીખવાનો પ્રક્રિયા પૂર્ણ કરી લો તે પછી 18 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓ કે જેમની પાસે 30 દિવસથી વધુ સમય માટે માન્ય Learner License છે
Learner’s Licence માટે ક્યારે અરજી કરી શકાય છે ?
ભારતમાં કાયમી Driving License મેળવવાની દિશામાં પ્રથમ પગથિયું છે. તે એવા લોકોને આપવામાં આવે છે જેઓ Driving શીખવાની પ્રક્રિયામાં છે.
Learner’s Licence કેટલા મહિના માટે માન્ય છે ?
Learner’s Licence 6 મહિના માટે માન્ય છે.