વેકેશન હોમવર્ક: ઉનાળુ વેકેશન હોમવર્ક ધોરણ 1 થી 8, સમયનો સદુપયોગ કરો

વેકેશન હોમવર્ક: Vacation Home work: હાલ શાળાઓમા ઉનાળુ વેકેશન પડે ગયુ છે અને બાળકો વેકેશનની મોજ માણી રહ્યા છે. પરંતુ સાથે સાથે બાળકો શીખેલુ ભુલી ન જાય તે માટે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને ઘરે કરાવી શકાય તેવુ હોમ વર્ક ની PDF મુકેલી છે. જેનાથી આપના બાળકોને શીખેલુ મહાવરો થશે અને મોબાઇલ ટીવી વધુ પડતા વાપરવાને બદલે સમયનો સદુપયોગ થશે.

વેકેશન હોમવર્ક:

વેકેશન ગૃહકાર્ય
આપણું બાળક લગભગ દસ જેટલા મહિના શાળામાં ભણી ને સફળતા પૂર્વક પોતાના ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આપની પાસે એક મહિના કરતાં વધુ સમય માટે વેકેશનમાં રહેશે. આપણા બાળક માટે અને તેના વિકાસ માટે અહીં થોડી વિગતો આપી એ છીએ જે આપ વેકેશનમા તેની પાસે કરાવશો તેવી અપેક્ષા સહ……

 • દિવસમાં ઓછા માં ઓછું બે વખત તેની સાથે જમજો અને તેઓને ખેડૂતની સખત મહેનત વિષે માહિતી આપજો અને અનાજ નો બગાડ ના કરાય તે પ્રેમથી સમજાવજો.
 • પોતાની થાળી પોતે જ સાફ કરે તેવો આગ્રહ રાખજો જેથી તે શ્રમ નું મહત્ત્વ સમજે.
 • તેમને રસોઈ કામમાં મદદરૂપ થવા દેજો અને પોતાના માટે સાદું શાકભાજીનું કાચું સલાડ બનાવવા દેજો.
 • તેમને દરરોજ ગુજરાતી, हिन्दी અને English ના નવા 5 શબ્દો શીખવજો અને તેની નોંધ કરાવજો.
 • તેને પાડોશીને ઘરે રમવા જવા દેજો અને તેની સાથે સારા સંબંધો વિકસાવવા દેજો.
 • જો દાદા દાદી દૂર રહેતા હોય તો તેમની સાથે સમય વિતાવવા દેજો તેમની જોડે selfi લેજો.
 • તેને તમારા વ્યવસાયની જગ્યા એ લઈ જજો અને તેની ખાતરી કરાવજો કે પરિવાર માટે તમો કેટલો પરિશ્રમ કરો છો.
 • તેઓ ને સ્થાનિક તહેવારો મોજ થી ઉજવવા દેજો અને તેઓ ને તેનું મહત્વ પણ સમજાવજો.
 • તેને તમો એક વૃક્ષ ફરજિયાત વાવવા કહેજો અને તેનું મહત્વ સમજાવજો.
 • તમારા બાળપણ ના કિસ્સા ઓ અને કુટુંબ ના થોડા ઇતિહાસ અને સારા ગુણો વિશે વાત કરજો.
 • તેને ધૂળ માં રમવા દેજો જેથી તેની માતૃભૂમિની ધૂળ નું મહત્વ સમજે.

આ પણ વાંચો: ધોરણ 12 આર્ટસ પછી કરી શકાય તેવા કોર્સની યાદિ

વેકેશન હોમવર્ક

 • તેને નવાં નવાં મિત્રો બનાવવાની તક આપજો
 • બની શકે તો હોસ્પિટલ અને અનાથશ્રમ ની મુલાકાતે લઈ જજો.
 • તેને કરકસરનું મહત્વ સમજાવજો.
 • મોબાઈલ અને આધુનિક ટેકનોલોજી ની માહિતી આપજો અને સાથે સાથે તેની દૂષણ થી પણ માહિતગાર કરો…
 • મોબાઈલ તો આપતા જ નહીં ફરજિયાત
 • તેને નવી નવી રમતો શીખવો.
 • ઘર ના દરેક સભ્ય નું મહત્વ કેટલું એ સતત તેને અનુભવ કરવા દો.
 • મામા કે ફઇના ઘરે જરુર મોકલો.
 • ટીવીની જગ્યા એ જીવરામ જોશી ની કે અન્ય બાળવાર્તા ની બુક્સ ફરજિયાત વચાંવો.
 • તમો એ જયા તમારું બાળપણ ગુજાર્યું ત્યાં લઈ જાવ અને તમારા અનુભવો જણાવો.
 • રોજ સાંજે એક મુલ્યલક્ષી વાર્તા કહો બની શકે તો રામાયણ અને મહાભારત અથવા અન્ય ધાર્મિક ગ્રંથોથી વાકેફ કરો.
 • રોજ એક શ્રેષ્ઠ વ્યક્તિ વિશે વાત કરો.
 • ખાસ…. મોબાઇલ થી તો દૂર જ રાખો… એમને રમવા દો, પડવા દો, આપો આપ ઊભા થવા દો……..

બસ એજ આશા રાખીશું કે આપણા બાળક ને તેનું વેકેશન યાદગાર બનાવવા દેશો….

જનરલ નોલેજ

ઉનાળુ વેકેશનમાં ગમ્મત સાથે જ્ઞાન મેળવો.વાલી,
વિદ્યાર્થી, શિક્ષકોને ઉપયોગી. (રાજ્યની માહિતી)

 • ગુજરાત રાજ્યની સ્થાપના -1 લી મે,1960
 • ગુજરાત રાજ્યનું પાટનગર – ગાંધીનગર
 • ગુજરાતની મુખ્ય ભાષા -ગુજરાતી
 • ક્ષેત્રફળ -1, 96, 024 ચોરસ કિલોમીટર
 • ગુજરાત રાજ્યના કુલ જિલ્લા – 33
 • ગુજરાત રાજ્યના કુલ તાલુકા – 250
 • જંગલ વિસ્તાર – 18, 84, 600 હેકટર
 • કુલ શહેર -264 અને ગામડા -18, 225 પ્રથમ મુખ્ય મંત્રી – ડૉ. જીવરાજ મહેતા
 • પ્રથમ રાજ્યપાલ – શ્રી મહેંદી નવાઝ જંગ
 • હાલમાં મુખ્યમંત્રી – ભુપેન્દ્રભાઈ પટેલ.
 • હાલમા રાજ્યપાલશ્રી – આચાર્ય દેવવ્રતજી
 • વિધાનસભાના અધ્યક્ષ- શંકરભાઇ ચૌધરી
 • વિધાનસભાના દંડક – બાલકૃષ્ણ શુક્લ
 • ગુજરાતનો દરિયાઈ વિસ્તાર – 1600 કિમી
 • યુનિવર્સિટી – 42 અને કોલેજ – 402 પ્રા.શાળા – 39, 064- મા.શાળા -5, 611
 • ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો – 182
 • લોકસભાની બેઠકો -26,રાજ્ય સભાની-11
 • નગરપાલિકા-169, મહા નગરપાલિકા- 8
 • જિલ્લા પંચાયતો-33, તાલુકા પંચાયતો-250
 • ગ્રામ પંચાયતો- 13, 685, અભ્યારણ્યો- 21
 • સૌથી ઊંચો ડુંગર – ગિરનાર (જૂનાગઢ)
 • ગુજરાતનું ગિરિમથક – સાપુતારા જિ. ડાંગ
 • સૌથી મોટી નદી – નર્મદા (નર્મદા, ભરૂચ)
 • સૌથી મોટું બંદર – કંડલા બંદર (કચ્છ)
 • સૌથી મોટી મૂર્તિ – સરદાર પટેલની (નર્મદા)
 • મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક-(અમદવાદ)
 • સૌથી મોટી હોસ્પિટલ -સિવિલ (અમદાવાદ)
 • સૌથી મોટું શહેર-વસ્તી-વિસ્તાર (અમદાવાદ)
 • પડોસી રાજ્ય-રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર

વેકેશન હોમવર્ક ડાઉનલોડ

ધોરણ 3 વેકેશન હોમ વર્ક PDFઅહિં ક્લીક કરો
ધોરણ 4 વેકેશન હોમ વર્ક PDFઅહિં ક્લીક કરો
ધોરણ 5 વેકેશન હોમ વર્ક PDFઅહિં ક્લીક કરો
ધોરણ 6 વેકેશન હોમ વર્ક PDFઅહિં ક્લીક કરો
ધોરણ 7 વેકેશન હોમ વર્ક PDFઅહિં ક્લીક કરો
ધોરણ 8 વેકેશન હોમ વર્ક PDFઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે વોટસઅપ ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વેકેશન હોમવર્ક
વેકેશન હોમવર્ક

ઉનાળુ વેકેશન ની તારીખ શું છે ?

તા. 1-5-2023 થી તા. 4-6-2023

1 thought on “વેકેશન હોમવર્ક: ઉનાળુ વેકેશન હોમવર્ક ધોરણ 1 થી 8, સમયનો સદુપયોગ કરો”

Leave a Comment

error: Content is protected !!