વ્હાલી દિકરી યોજના ફોર્મ: દિકરીને મળશે રૂ. 110000 ની સહાય, ફોર્મ ડાઉનલોડ કરો

વ્હાલી દિકરી યોજના ફોર્મ: Vhali Dikri yojana: ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળકો માટે ઘણી સારી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. રાજ્યમા કન્યાઓનો જન્મદર વધે અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે આવી જ એક સારી યોજના સરકાર દ્વારા ચલાવવામા આવે છે. વ્હાલી દિકરી યોજના. આ યોજનામા જેને ઘરે દિકરીનો જન્મ થાય તેને રૂ.110000 ની સહાય આપવામા આવે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમા મેળવીશુ.

વ્હાલી દિકરી યોજના

યોજનાવ્હાલી દીકરી યોજના ગુજરાત 2023
(Vahali Dikri Yojana in Gujarati 2023 )
લાભાર્થીગુજરાત ની દીકરીઓ
કેટેગરીસરકારી યોજના
હેતુગુજરાતમાં કન્યાઓનુ જન્મ પ્રમાણ વધારવું અને
તેમજ કન્યાઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું
મળવાપાત્ર સહાયરૂ.110000
અરજી સમયજન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન
યોજનાગુજરાત સરકાર
અમલીકરણમહિલા અને બાળકલ્યાણ વિભાગ
વેબસાઈટwcd Gujarat government

આ પણ વાંચો: Mango Price: આજના કેસર કેરીના ભાવ, હાફૂસ કેરીના ભાવ

વ્હાલી દિકરી યોજના કોને લાભ મળે ?

આ યોજના નો લાભ નીચેની શરતો ને ધ્યાન મા રાખી મળવાપાત્ર છે.

 • આ યોજનાનો લાભ તા.02/08/2019 કે ત્યાર પછી જન્મેલી દીકરી ને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષ ની સમયમર્યાદા માં નિયત નમુના ના ફોર્મમા પુરાવા સહિત ની અરજી કરવાની હોય છે.)
 • દંપતીની પ્રથમ 3 બાળકો માથી તમામ દીકરીઓને યોજનાનો લાભ મળશે.
 • અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસ્તુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધારે થતી હોય તો પણ તમામ દીકરીઓ ને આ યોજનાનો લાભ મળે છે.
 • આ યોજનાની જોગવાઇ મુજબ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

વ્હાલી દિકરી યોજના સહાયની રકમ

આ યોજનામા નીચે મુજબની સહાય મળે છે.

 • દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે ₹4000/- ની સહાય મળે છે.
 • આ દીકરી ધોરણ-9 માં આવે ત્યારે ₹6000/- ની સહાય મળે છે.
 • આ દીકરી 18 વર્ષની વયની થાય ત્યારે તેને રૂ. 1,00,000/- ની સહાય મળે છે.
 • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

આ પણ વાંચો: Aadhar Photo Change: શું તમારા આધાર કાર્ડ મા ફોટો સારો નથી, જાણો ફોટો ચેન્જ કરવાની પ્રોસેસ

વ્હાલી દિકરી યોજના ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજનામા ફોર્મ ભરી સાથે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરુર પડે છે.

 1. દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (2,00,000 થી ઓછી આવક મર્યાદા)
 2. દીકરીના માતા-પિતા ના આધારકાર્ડ ની નકલ
 3. દીકરીના માતા-પિતા ના જન્મના પુરાવા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ નો દાખલો)
 4. દીકરીના માતા-પિતા નું રહેણાંકના પુરાવા (લાઈટ બીલ/વેરાબિલ)
 5. દીકરીનો જન્મ નો દાખલો 

વ્હાલી દિકરી યોજના ફોર્મ

આ યોજનાનુ ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે લીંક આપેલી છે. ફોર્મ વ્યવસ્થિત ભરી જરૂરી ડોકયુમેન્ટ જોડીને તમારા તાલુકાની ICDS કચેરીએ આપવાનુ હોય છે. અથવા તમારી નજીકની આંગણવાડી નો સંપર્ક કરવો.

દિકરીઓ માટેની આ ખૂબ જ સારી યોજના છે. જેનાથી કન્યાકેળવણી ને પ્રોત્સાહન મળે છે. અને દિકરી 18 વર્ષ ની થાય ત્યારે રૂ. 1 લાખ ની રકમ મળે છે. આ યોજના નો લાભ તમારી આજુબાજુમા કોઇને મળે તે માટે માહિતી આપશો.

અગત્યની લીંક

વ્હાલી દિકરી યોજના ફોર્મઅહીં ક્લિક કરો
વ્હાલી દિકરી યોજના માહિતી ઠરાવઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Home Pageઅહીં ક્લિક કરો
વ્હાલી દિકરી યોજના ફોર્મ
વ્હાલી દિકરી યોજના ફોર્મ

વ્હાલી દિકરી યોજનામા કેટલી સહાય મળે છે?

રૂ. 110000

વ્હાલી દિકરી યોજના મા આવક મર્યાદા કેટલી છે?

રૂ. 2 લાખ

વ્હાલી દિકરી યોજનામા મા કેટલા બાળકો સુધી લાભ મળે છે ?

પ્રથમ 3 સંતાન સુધી

વ્હાલી દિકરી યોજનામા દિકરી પહેલા ધોરણમા પ્રવેશ મેળવે ત્યારે કેટલી સહાય મળે છે ?

રૂ. 4 હજાર

11 thoughts on “વ્હાલી દિકરી યોજના ફોર્મ: દિકરીને મળશે રૂ. 110000 ની સહાય, ફોર્મ ડાઉનલોડ કરો”

Leave a Comment

error: Content is protected !!