વિદેશ અભ્યાસ લોન: વિદેશમા અભ્યાસ માટે સરકાર આપે છે 15 લાખની લોન, વ્યાજદર 4 %; જાણો પુરી માહિતી અને પ્રોસેસ

વિદેશ અભ્યાસ લોન: એજયુકેશન લોન: ગુજરાતના વિદ્યાર્થીઓને વિદેશમા અભ્યાસ માટે રૂ.15 લાખ સુધીની લોન સમાજ કલ્યાણ વિભાગ તરફથી આપવામા આવે છે. ત્યારે આ વિદેશ અભ્યાસ લોન યોજના કઇ રીતે મળે ? શુંંલાયકાત ધોરણો હોય ? કયા ડોકયુમેન્ટ જોઇએ ? વગેરે માહિતી આજે આ પોસ્ટમા જોશુ.

વિદેશ અભ્યાસ લોન ડીટેઇલ

યોજનાવિદેશ અભ્યાસ લોન/એજયુકેશન લોન
વિભાગનિયામક વિકસતિ જાતિ
લોન સહાયરૂ.15 લાખ
હેતુવિદેશ અભ્યાસ માટે લોન
વ્યાજદર4 %
ઓફીસીયલ વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in

આ પણ વાંચો: માનવ કલ્યાણ યોજના 2023: મળશે 28 પ્રકારના વ્યવસાય માટે free સહાય

લાયકાત ધોરણો

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઇએ.

  • ધોરણ-12 માં ઓછામાં ઓછા 60 % ટકા કે તેથી વધુ ગુણ હોવા જોઇએ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)
  • વિદેશમાં નીચે મુજબના અભ્યાસ કરવા માટે લોન આપવામા આવે છે.
  • ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોષ્ટ ગ્રેજ્યુએટ), પોષ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના ૧ (એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
  • વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અથવા વિદેશ ગયાના છ માસ સુધીમાં કરેલી હોવી જોઇએ.

લોનની રકમ અને વ્યાજદર

વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે વધુમા વધુ રૂ.15 લાખની વિદેશ અભ્યાસ લૉન મળે છે. આ લોનની રકમ પર 4 % સાદુ વ્યાજ હોય છે.

આવક મર્યાદા

વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત આવક મર્યાદા રાખવામા આવી છે.
  • જેમા સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.10 લાખથી ઓછી હોવી જોઇએ.
  • આર્થીક પછાત વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ .4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.

ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂરીયાત રહે છે.

  • અરજદારનો જાતિનો દાખલો
  • કુટુંબની આવકનો દાખલો,ઇન્કમ ટેકસ રીટર્ન, ફોર્મ નં. 16
  • વિદ્યાર્થીના અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના નિયત આધારો
  • વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I–20 / Letter of Acceptence.
  • પાસપોર્ટની નકલ
  • જે દેશમા અભ્યાસ કરવા જવાના હોય ત્યાના વિઝા
  • પ્લેન ટીકીટની નકલ
  • વિદ્યાર્થીના પિતા / વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ

આ પણ વાંચો: E20 Petrol: E20 પેટ્રોલ ના ફાયદા, ક્યા મળશે E20 પેટ્રોલ

વિદેશ અભ્યાસ લોન ઓનલાઇન અરજી

  • અરજદારે સૌ પ્રથમ વેબસાઇટ : esamajkalyan.gujarat.gov.in પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ નો નમૂનો, રજૂ કરવાના ડોકયુમેન્ટ ની યાદી, FAQs વેબસાઇટ પરથી મેળવી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન પણ વેબસાઇટ પર મૂકવામા આવ્યુ છે.
  • ફોર્મ ભર્યા બાદ જરૂરી ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરી, સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ કાઢવાની રહેશે. અપલોડ કરેલા ડોકયુમેન્ટ જોડીને વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં બે નકલમાં જમા કરાવવાના હોય છે.
  • ત્યારબાદ જિલ્લા કચેરી દ્વારા આ અરજીની ચકાસણી કરવામાં આવશે.
  • જો અધુરી વિગતો વાળુ ફોર્મ હશે/ માંગ્યા મુજબની માહિતી નહીં હોય તો વિદ્યાર્થીને બાકી વિગતો,ડોકયુમેંટ રજુ કરવા માટે અરજી પરત કરવામાં આવશે. વિદ્યાર્થી / વાલીએ માંગ્યા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે.
  • ત્યાર બાદ જિલ્લા કચેરી વિદ્યાર્થીની અરજીને નિર્ણય કરવા અર્થે નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની કચેરીને મોકલી આપશે.
  • વડી કચેરીએ મળેલ અરજીઓની ક્રમ મુજબ ચકાસણી કરવામાં આવશે.
  • પુર્તતા વાળી અરજીમા ખૂટતી પુર્તતા મંગાવવામાં આવશે, ત્યારબાદ મંજૂર કરવાપાત્ર અરજીઓ મંજૂર કરવામાં આવશે, નામંજૂર કરવાપાત્ર અરજી નામંજૂર કરવામાં આવશે. મંજૂર થયેલ અરજીઓના આદેશ જિલ્લા કચેરી અને વિદ્યાર્થીને મોકલવામાં આવે છે.
  • મંજૂરી આદેશ મળ્યા બાદ વિદ્યાર્થીના વાલીએ નિયત નમુનાનુ ગીરોખત આઅપ્વાનુ હોય છે.
  • અસલ રજીસ્ટર્ડ ગીરોખત રજુ થયા બાદ જિલ્લા કચેરી દ્વારા વિદ્યાર્થીને લોન નાણાંની ચુકવણી માટે પ્રોસેસ કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીના બેંક ખાતામા આ લોન ના નાણાં જમા કરવામાં આવશે.

લોન પરત ચૂકવણી

વિદ્યાર્થીને વિદેશમા ઉચ્ચ અભ્યાસ કરવા માટે આપવામા આવેલી આ લોનની પરત ચૂકવણી માટે નીચે મુજબની પર્ણાલી નક્કી કરવામા આવી છે.

વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં આ લોન પરત કરવાની હોય છે. લોનની રકમ મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની હોય છે.

અગત્યની લીંક

ઓફીસીયલ વેબસાઇટ પર માહિતી વાંચોઅહિં ક્લીક કરો
Home pageClick here
Join our whatsapp GroupClick here
વિદેશ અભ્યાસ લોન
વિદેશ અભ્યાસ લોન

વિદેશમા ઉચ્ચ અભ્યાસ માટે કેટલી રકમની લોન આપવામા આવે છે ?

રૂ. 15 લાખ

વિદેશ અભ્યાસ લોન મા વ્યાજદર શું હોય છે ?

4 % સાદુ વ્યાજ

error: Content is protected !!