વિધવા સહાય યોજના ફોર્મ PDF 2023 | Vidhva Sahay Yojana Gujarat

વિધવા સહાય યોજના ફોર્મ pdf download | વિધવા સહાય યોજના વિષે સંપૂર્ણ માહિતી
વિધવા સહાય યોજના વિષે સંપૂર્ણ માહિતી
આ પોસ્ટમાં આપણે જાણીશું વિધવા સહાય યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના
શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે?
કોણ કોણ આ સહાય માટે અરજી કરી શકે? વગેરે વિષે જાણીશું.

વિધવા સહાય યોજના વિષે સંપૂર્ણ માહિતી | Vidhva Sahay Yojana Gujarat 2021

રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક અને બીજી ઘણી બધી સહાય યોજનાઓ ઉપલબ્ધ છે. આ
યોજનાઓ ના કારણે તેમના જીવનમાં રાહત અને સુખ સુવિધા મળતીહોય છે. અહીં આવી યોજના
એટલે ‘વિધવા સહાય યોજના’ ની માહિતી પ્રસ્તુત છે.

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે :

Gujarat Vidhva Sahay Yojana Eligibility Criteria :

  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવા મહિલાઓ  મૃત્યુ પર્યંત
    વિધવા સહાય મળવાપાત્ર હોય છે.
  • National Social Assistance Programme (રાષ્ટ્રીય સામાજિક સહાય
    કાર્યક્રમ-NSAP) હેઠળ Indira Gandhi National Widow Pension Scheme
    (ઈન્‍દિરા ગાંધી નેશનલ વિડો પેન્‍શન સ્કીમ) અંર્તગત BPL લાભાર્થી જેમની 40
    વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર હોય છે.
  • ગુજરાત સરકારની નિરાધાર વિધવા પેન્‍શન યોજના (Destitute Widow Pension
    Scheme) – DWPS અંતર્ગત લાભાર્થીઓ જેમની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય
    અને 40 થી વધુ વર્ષ ઉપરના BPL ન ધરાવતા હોય તેમને પણ આ યોજનાનો લાભ
    મળવાપાત્ર છે.
  • વિધવા(ગંગા સ્વરૂપ આર્થિક) સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે (Income
    Eligibility Criteria for Vidhva Sahay Yojana) કુટુંબની વાર્ષિક આવક
    1,20,000 (એક લાખ વીસ હજાર) તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 (એક લાખ પચાસ
    હજાર) ની જોગવાઈ સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે એટલે આટલી આવક હોય તો આ
    યોજના મળવાપાત્ર છે.

નોધ: સરકાર દ્વારા વિધવા સહાય યોજનનું નામકરણ કરી નવું નામ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આપવામાં આવ્યું છે.

આ યોજના મેળવવા જનરલ લાયકાતના ધોરણ :

ગુજરાત વિધવા સહાય યોજના માં પાત્ર બનવા માટે તમારે નીચે આપેલ પાત્રતાના
પાયાના માપદંડોનું પાલન કરવાનું હોય છે અને ભવિષ્યમાં સરકાર દ્વારા ફેરફાર
પણ કરવામાં આવતા હોય છે.
  • અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર કોઈપણ જગ્યાએ 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

વિધવા સહાય યોજનામાં કેટલી સહાયની રકમ મળે:

Vidhva Sahay Yojana સહાય નીચે મુજબ મળવાપાત્ર છે.
  • વિધવા મહિલા લાભાર્થીઓને દર મહિને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT
    (Direct Benefit Transfer) મારફતે 1250/- રૂપિયા જમા કરવામાં આવે છે.
  • વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતાં સરકારશ્રીની ગુજરાત
    સામૂહિક જૂથ સહાય-જનતા અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારને રૂપિયા
    ₹1,00,000/- એક લાખ મળવાપાત્ર છે.
  • વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજીયાત પણે 2
    વર્ષમાં  સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ મેળવવાની
    રહેશે એવું લખેલ છે.
વિધવા સહાય યોજના ફોર્મ ગુજરાત ફોટો
વિધવા સહાય યોજના ગુજરાત ફોટો

વિધવા સહાય યોજનાના મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ :

Required Document for Gujarat Vidhva Sahay Yojana :

વિધવા સહાય યોજના મેળવવા અરજી કરી રહ્નીયા હોવ તો નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.
  • પતિના મરણનો દાખલો
  • વિધવા હોવા અંગેનો દાખલો
  • આધાર કાર્ડ
  • આવક અંગેનો દાખલો (ઉપર મુજબ આવક હોવી જોઈએ)
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા
  • પુન:લગ્ન કરેલ ન હોય તે બાબતનું તલાટી શ્રી નું પ્રમાણપત્ર(દાખલો)
  • અરજદારની ઉંમર અંગેના પુરાવો
  • રેશન કાર્ડની નકલ
  • બેંક અથવા પોસ્ટ પાસબુક

વિધવા સહાય સહાય યોજનાનો ઉદ્દેશ્ય :

આ યોજના પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એવી વિધવા મહિલાઓ ને કે જેમને તેમના પતિના
મૃત્યુ પછી જીવવા માટે આર્થિક મદદની જરૂર હોય છેઅને  તેમના આત્મ વિશ્વાસને
વધારવા અને વધુ સારું જીવન જીવવા માટે મદદ કરવાનો છે.

વિધવા સહાય સહાય યોજના માટે અરજી ફી :

વિધવા સહાય યોજના હેઠળ પોતાને નામ નોંધાવવા માટે અને અરજી કરવા  ફક્ત ₹20/-
રૂપિયાની અરજી ફી હોય છે અરજી તમારી નજીકના CSC સેન્ટર અથવા સરકારી ઓફીસ માં કરી
શકો છો. અરજી ફોર્મ માટે pdf અમે નીચે આપેલ છે જેની પ્રિન્ટ કાઢવી ફોર્મ ભરી શકો
છો.

અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું :

વિધવા સહાય યોજના ફોર્મ ભરવા બાબતે લોકો ઘણા બધા પ્રશ્નો થતા હોય છે એ માટે અમે
નીચે FAQ માં આવા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં આપવાનો પ્રયત્ન કર્યો છે જે
તમને ગમશે.
  • ગુજરાત સરકાર દ્વારા Vidhva Sahay Yojana અન્‍વયે ઓનલાઈન અરજીઓ બાબતેની
    કામગીરી ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની
    હોય છે જે ઓનલાઈન સેન્ટર પર થતી હોય છે.
  • ગ્રામપંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી અથવા CSC
    સેન્ટર પરથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ
    ફોર્ભમ ભરી અરજી કરવાની હોય છે.
  • સૌપ્રથમ Vidhva Sahay Yojna ફોર્મ ની જેરોક્ષ મેળવીને અરજી ગ્રામ પંચાયતના
    તલાટીશ્રી પાસે સહી અને સિક્કા કરાવીને VCE ને આપવાનું હોય છે.
  • ગ્રામ પંચાયાતના VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરી
    એન્ટ્રી કરવામાં આવશે.
  • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ
    ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને
    ત્યાં ચકાશની થશે.

વિધવા સહાય યોજના ની અરજી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ :

  • પ્રથમ સત્તાવાર ઓફીસીઅલ  વેબસાઇટપર જાઓ.
  • Official website :
    અહી ક્લિક કરો
  • સૌ પ્રથમ, તમારી સ્ક્રીન પર દેખાતું નીચે મુજબ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો
  • વિધવા સહાય મેળવવા માટેનું ફોર્મ PDF 2021 :
    Download
  • આવેદનપત્ર ભરો
  • ઉપરોક્ત તમામ દસ્તાવેજો જોડો.
  • આ ફોર્મ સામાજિક સુરક્ષા કચેરીને સબમિટ કરો.
  • પછી, તમને સામાજિક સુરક્ષા વિભાગ તરફથી મંજૂરી પ્રમાણપત્ર મળશે.
Vidhava Sahay Yojana Gujarat Form PDF Download
Vidhava Sahay Yojana Form : ફોર્મ આ મુજબ દેખાશે.

વિધવા સહાય યોજના હેલ્પલાઈન નંબર :

વિધવા સહાય યોજનાની અરજી ફોર્મ  ઓનલાઈન ભરવાનું રહેશે એટલે ઘણીવાર પ્રશ્ન
થતો હોય છે. વિધવા સહાય યોજનાની અરજી માટે હેલ્પલાઈન નંબર ડીજીટલ ગુજરાત પોર્ટલ
પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઈન જાહેર કરેલ છે. Digital Gujarat Portal Helpline
18002335500 નંબર પર ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકો છો. વધુ
માહિતી માટે
વેબસાઈટ દેખી
શકો છો.

વિધવા સહાય યોજનાની અરજીનું Online Stutus દેખો :

વિધવા સહાય યોજનાની અરજી કર્અયા પછી સ્ટેટસ દેખવા મુંઝવણ થતી હોય છે એ માટે અમે
અહી માહિતી આપી છે.  જેમાં“vidhva sahay yojana online check status” અને
How to check my widow pension status online? અને “How Can I check gujarat
widow Pension detail online? આવા  પ્રકારના ઘણા પ્રશ્નોનો થતા હોય છે. જેના
જવાબ નીચે મુજબ આપ્યા  છે.
  • સૌપ્રથમ લાભાર્થી
    https://nsap.nic.in/ આ
    વેબસાઈટ Open કરવી.
  • NSAP  વેબસાઈટ ખોલ્યા બાદ Report માં જવું.
  • Report માં Beneficiary Search, Track and Pay માં જવું.
  • ત્યારબાદ “Pension Payment Details(New) માં જવું.
  • લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Stutus જાણી શકે છે.
  • Sanction Order No/Application No
  • Application Name
  • Mobile No. આમ ત્રણ રીતે તમે Stutus દેખી શકો છો.

વિધવા સહાય યોજનાનું ફોર્મ PDF Download (Vidhva Sahay Yojana Form)

વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે “Indira Gandhi National Widow Pension
Scheme” અને “Destitute Widow Pension Scheme(DWPS)” એમ બે સ્કીમના ધારા-ધોરણો
મુજબ અરજીઓના નમૂના અલગ-અલગ છે જેથી જેની પાત્રતા ધરાવતા હોય તેનું અરજી ફોર્મ
ભરવાનું રહેશે. પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એક સમાન દર મહિને રૂપિયા ₹1250/-
મળવાપાત્ર જ છે.
Vidhva Sahay Yojana Form PDF 2021 : 
Indira Gandhi National Widow Pension Scheme Form :
Destitute Widow Pension Scheme(DWPS) :

FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો  :

Q. આ અરજી કઈ વેબસાઈટ પરથી કરવાની હોય છે?
A. વિધવા સહાય માટે https://www.digitalgujarat.gov.in પર અરજી કરવાની હોય છે.
Q. વિધવા સહાય યોજના સહાય માં કેટલી સહાય મળે છે?
A. વિધવા સહાય યોજના સહાય માં દર મહીને રૂપિયા ₹1250/- સહાય મળે છે.
Q. વિધવા સહાય યોજના ફોર્મ ક્યાં ભરતા હોય છે?
A. વિધવા સહાય યોજના ના ફોર્મ CSC કેન્દ્ર અને ગ્રામ પંચાયત માં ફોર્મ ભરી શકાય છે. 
Q. વિધવા સહાય યોજના માટે ક્યાં ક્યાં પુરાવા જોઈએ છે?
A. વિધવા સહાય યોજના માટે જોઈતા દરેક ડોક્યુમેન્ટ નું લીસ્ટ અમે ઉઓઅર વિસ્તારથી આપેલ છે.
છતાં ફરી કઈ દઈએ. 1. પતિના મરણનો દાખલો, 2.વિધવા હોવા અંગેનો દાખલો 3. આધાર કાર્ડ

4. આવક અંગેનો દાખલો (ઉપર મુજબ આવક હોવી જોઈએ) 4. પાસપોર્ટ સાઇઝના બે ફોટા 5. પુન:લગ્ન કરેલ ન હોય તે બાબતનું તલાટી શ્રી નું પ્રમાણપત્ર(દાખલો) 6. અરજદારની ઉંમર અંગેના પુરાવો 7. રેશન કાર્ડની નકલ 8. બેંક અથવા પોસ્ટ પાસબુક

Q. વિધવા સહાય યોજના માટે ફોર્મ ક્યાં મળશે?
A. વિધવા સહાય યોજના માટે ફોર્મ તમે જાતે ડાઉનલોડ કરી શકો છો અમે ઉપર લીંક આપેલ છે.
Q. વિધવા સહાય યોજના માટે હેલ્પલાઈન નંબર કયો છે?
A. વિધવા સહાય યોજના માટે હેલ્પલાઈન નંબર Digital Gujarat Portal Helpline 18002335500 છે.
Q. વિધવા સહાય યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માં શું તફાવત છે?
A. વિધવા સહાય યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માં કશુંજ જ તફાવત નથી. સરકાર દ્વારા વિધવા સહાય યોજનાનું નામ બદલી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે.
Q. વિધવા સહાય યોજના માટે શું ઉંમર મર્યાદા છે?
A. વિધવા સહાય યોજના નો લાભ લેવા 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને 40 થી વધુ વર્ષ ઉપરના BPL ન ધરાવતા હોય તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

Leave a Comment

error: Content is protected !!