વૃદ્ધ પેન્શન યોજના: નિરાધાર વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023

વૃદ્ધ પેન્શન યોજના: રૂ. 1250 ની દર મહિને સહાય દ્ધ પેન્શન યોજના ફોર્મ 2023: ગુજરાત સરકાર દ્વારા લોકોને જુદી જુદી સહાય પૂરી પડે છે. તેમાની એક એટ્લે વૃદ્ધ પેન્શન યોજના. આ યોજના 60 વર્ષથી વધુ ઉમરના નિરાધાર લોકોને ગુજરાત સરકાર દ્વારા મહિને 1000 રહી 1250 જેટલી રકમની સહાય આપવામાં આવે છે. આ સહાય વિશેની વધુ માહિતી નીચે મુજબ દર્શાવી છે.

Table of Contents

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના

યોજનાનુ નામઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
કોને લાભ મળે60 વર્ષથી વધુ ઉંમર હોય તેમને
મળતી સહાયરૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણમામલતદાર કચેરી
ફોર્મ ક્યાથી મળશે ?કલેકટર કચેરી/મામલતદાર ક્ચેરી
ઓફીસીયલ સાઇટhttps://sje.gujarat.gov.in

આ પણ વાંચો: 75 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, 1000 રૂ. નુ સોનુ આજે થાય છે લાખો નુ

કોને લાભ મળે ?

  • આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધોને મળવાપાત્ર છે.
  • આ સહાય માટે BPL યાદિમા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ.

અરજી ક્યા આપવાની રહેશે?

આ સહાય યોજનાનો લાભ લેવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાય.

અરજી માટે જરૂરી ડોકયુમેન્ટ

  • ઉંમર અંગેનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(ગમે તે એક)
  • ગરીબી રેખાની BPL યાદી પર નામ હોવા અંગેનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની ઝેરોક્ષ

આ પણ વાંચો: 1 કરોડ રૂપિયા પગાર, છતાં પણ લોકો નથી સ્વીકારતા આ જોબ, માત્ર 7 જ કલાક કામ, જુઓ આ કામ વિશે

મળતી સહાય

આ વૃધ્ધ સહાય યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ ઉમરના લાભાર્થીને રૂ. ૧૨૫૦/- દર મહિને સહાય ચુકવવામાં આવે છે.

પેન્શન યોજના ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.

  1. જિલ્લાની કલેકટર કચેરી પરથી
  2. મામલતદાર કચેરીથી આ ફોર્મ મફત મેળવી શકાશે.
  3. ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
  4. નીચે આપેલ લીન્ક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.
  5. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  6. ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા Option આપેલ છે.

આ પણ વાંચો: gsrtc બસ માં સોમનાથ, પાવાગઢ, બનાસ,આવા શબ્દો કેમ લખેલા હોય છે?

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના

વૃદ્ધોને સહાય મળતી બીજી સહાયકારી યોજના એટલે નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

યોજનાનુ નામનિરાધાર વૃધ્ધ પેન્શન યોજના
કોને લાભ મળે60 વર્ષથી વધુ ઉંમર
મળતી સહાયરૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણમામલતદાર કચેરી
ફોર્મ ક્યાથી મળશે ?કલેકટર કચેરી/મામલતદાર ક્ચેરી
ઓફીસીયલ વેબસાઇટhttps://sje.gujarat.gov.in

કોને લાભ મળે ?

  • આ યોજના માટે ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોવો જોઇએ.
  • ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વયોવૃધ્ધ વ્યક્તિને.
  • અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોય.
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ. 120000/- અને શહેરી વિસ્તાર રૂ. 150000/- થી વધારે ન હોવી જોઈએ
  • ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને મળવાપાત્ર છે.
  • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જોઇએ.

આ પણ વાંચો: દુનિયાના સૌથી ગરીબ 10 દેશ, વાંચીને રૂવાડા ઊભા થઈ જશે.

જરૂરી આધાર પુરાવાઓ

  1. ઉંમર અંગેનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી એ આપવામાં આવેલ ઉમરનું પ્રમાણપત્ર (કોઇ પણ એક)
  2. આવકનો દાખલો.
  3. ૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર.
  4. દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
  5. બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાને ઝેરોક્ષ
  6. આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  7. રેશનકાર્ડ ની ઝેરોક્ષ

ફોર્મ મેળવવાની રીત

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની પધ્ધતિથી મેળવી શકાય છે.

  • જિલ્લા કલેકટર કચેરી પરથી
  • મામલતદાર કચેરીએથી આ ફોર્મ મફત મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા Option આપેલ છે.

આ પણ વાંચો: ઘરમાં ક્યો લેમ્પ લગાવવો જોઈએ? LED કે CFL, કે જેનાથી લાઇટબિલ ઓછું આવે, જોઈએ નીચે મુજબ

આ યોજના સહાયની રકમ

માર્ચ 2022 થી ગુજરાત સરકારની યોજના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની રકમ મા વધારો કરવામા આવ્યો છે. પહેલા ૬૦ થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 750 મળતા હતા તે વધારી ને રૂ. 1000 કરવામા આવ્યા છે. અને ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 મળતા હતા તે વધારી ને રૂ. 1250 કરવામા આવ્યા છે. આ રકમ જે તે વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.

વૃદ્ધ સહાય

આ યોજનાઓ અંતર્ગત વૃદ્ધ સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામા સીધી DBT થી ટ્રાન્સફર કરવામા આવે છે. જે બાબત ધ્યાને લેવી. તમારી આજુબાજુ માં જો કોઇ નિરાધાર વૃધ્ધ વ્યક્તિ રહેતા હોય તો તેને ડોકયુમેન્ટ એકઠા કરવામા મદદ કરી આ યોજનાનો લાભ અચૂક અપાવો. ઘણા નિરાધાર વૃદ્ધો ને આવી સહાય યોજનાઓની માહિતી હોતી નથી. અને સહાયથી વંચિત રહે છે.

સરકાર દ્વારા મહિલાઓ, બાળકો અને વૃધ્ધો માટે ઘણીકલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને આ યોજનાઓની માહિતી મળી રહે તે માટે આ યોજનાઓને વધુ મા વધુ શેર કરશો.

અગત્યની લીંક

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટઅહિં ક્લીક કરો
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટઅહિં ક્લીક કરો
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મઅહિં ક્લીક કરો
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ફોર્મઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વૃદ્ધ પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના

વૃદ્ધ પેન્શન યોજના મા દર મહિને કેટલા રૂપિયાની સહાય મળે છે ?

રૂ. 1000 થી રૂ.1250

વૃદ્ધ પેન્શન કઇ યોજનાઓ અંતર્ગત મળે છે?

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના

વૃદ્ધ પેન્શન યોજના નો લાભ લેવા માટે ઓછા મા ઓછી ઉંમર કેટલી હોવી જોઇએ ?

60 વર્ષ કે તેથી વધુ

વૃદ્ધ પેન્શન યોજના નુ ફોર્મ ભરીને ક્યા આપવાનુ હોય છે ?

મામલતદાર ઓફીસે

વૃદ્ધ પેન્શન યોજના નુ ફોર્મ કઈ વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરશો ?

Digital Gujarat વેબસાઈટ પરથી

વૃદ્ધ પેન્શન યોજના મા સહાય બંધ ક્યારે થાય ?

લાભાર્થીનુ અવસાન થવાથી

વૃદ્ધ પેન્શન યોજના ના કોઇપણ કામ માટે કઇ કચેરીનો સંપર્ક કરવો ?

આ યોજના માટે કોઇપણ કામ માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવો.

વૃદ્ધ પેન્શન યોજના ની માહિતી માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?

https://sje.gujarat.gov.in

વૃદ્ધ પેન્શન યોજના મા આવક મર્યાદા શું રાખવામા આવી છે ?

ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 120000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 150000/-

1 thought on “વૃદ્ધ પેન્શન યોજના: નિરાધાર વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023”

Leave a Comment

error: Content is protected !!