Water bottle fact: પાણીની બોટલ 20 રૂપિયામાં ખરીદીએ છીએ તેની ઓરીજનલ કિંમત: આજકાલ દરેક જગ્યા લોકો જાય છે ત્યાં પીવા માટે પાણીની વ્યવસ્થા પોતા પાસે ન હોય તો તે દુકાનદાર પાસે થી પાણી ની બોટલ ખરીદે છે અને પોતાની તરસને છુપાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાણીની બોટલ જે આપણે 20 રૂપિયા માં ખરીદીએ છીએ તેની હકીકતે કિંમત કેટલી છે? તથા આ Water bottle fact માં એટલેકે પાણી કેવી રીતે બનાવે છે તો આજે આપણે આ Water bottle fact માં નીચે મુજબ જોઈએ.
Water bottle fact વિશે
જ્યારે પણ આપણે લોકો ઘરની બહાર જઈએ છીએ, તો તરસ લાગતા તરત દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી લેતા હોઈએ છીએ. છેલ્લા 25-25 વર્ષથી આપના દેશમાં બોટલમાં આવતું પાણી ખૂબ વેચાઈ રહ્યું છે અને તેની ડિમાન્ડ કાયમ થી કાયમ વધી રહી છે. લોકો લાગી રહ્યું છે કે, આ બોટલમાં આવતું પાણી શુદ્ધ છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે, મોટા ભાગે બજારમાં 20 રૂપિયામાં 1 લીટર પાણી મળી જાય છે. હવે પ્રશ્ન એ થાય કે, શું હકીકતમાં તે પાણીની બોટલની કિંમત 20 રૂપિયા છે અને તે એટલું શુદ્ધ છે, જેટલું આપણે વિચાર્યે છીએ?
આ પણ વાંચો: રાત્રે પાણી પીવાથી શરીરને કેટલો ફાયદો થાય છે? જાણો નિષ્ણાંત શું કહે છે ?
અમે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ Water bottle fact વિશે કે જે બોટલ આપ 20 રૂપિયામાં ખરીડી કરો છો, તેનો હકીકતે ખર્ચ શું હશે અને કેટલું શુદ્ધ હોય છે. બજારમાં કેટલાય પ્રકારના બોટલબંધ અથવા પ્રોસેસ્ડ પાણી મળે છે, જેને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરી શકાય છે.
1. પ્યૂરિફાઈડ પાણી
આ પ્યૂરિફાઈડ પાણી નળનું પાણી હોય છે, જે કેટલીય પ્રક્રિયાથી ચોખ્ખું કરવામાં આવે છે, જેમાં કાર્બન ફિલ્ટ્રેશન અને રિવર્સ ઓસ્મોસિસ જેવી પધ્ધતિ સામેલ છે, જો કે આ પધ્ધતિમાં મોટાભાગના મિનરલ્સ નીકળી જાય છે.
2. ડિસ્ટિલ્ડ પાણી
Water bottle fact માં આ ડિસ્ટિલ્ડ પાણી પ્રકારના પાણીમાં પણ મોટા ભાગના મિનરલ્સ નીકળી જાય છે. તે નાના ઉપકરણોમાં ઉપયોગ માટે બેસ્ટ માનવામાં આવે છે.
3. સ્પ્રિંગ વોટર
સ્પ્રિંગ વોટર એ કોઈ પણ પ્રકારનું પાણી, પછી તે ટ્રીટેડ હોય કે ન હોય, સ્પ્રિંગ વોટર શ્રેણીમાં આવે છે. Natural Resources Defense Council મુજબ, તેમાં મિનરલ્સની કમી અને કેટલીય સામાન્ય સમસ્યાઓ થઈ શકે છે. જો કે, પ્યૂરિફાઈડ અને ડિસ્ટિલ્ડ પાણીને સાઁભળીને આપણે એ માની શકીએ કે આ પાણી સૌથી સ્વાસ્થ્યવર્ધક અને શુદ્ધ હોય છે, પણ આવું હંમેશા સત્ય નથી હોતું.
આ પણ વાંચો: ચોમાસુ બેસતા જ આ 5 બીમારીઓનો ખતરો વધ્યો. જાણો બીમારી તથા તેના ઉપચાર વિશે.
નળના પાણીથી આટલું ગણું વધારે બોટલનું પાણી મોંઘું હોય છે.
પાણીની બોટલને સુરક્ષિત ગણવાનું કારણ એ છે કે, તેના માટે જ આપણે કિંમત ચુકવીએ છીએ. બોટલ વાળા પાણીની માગ આપણાં દેશમાં સતત વધી રહી છે. પણ સાથે મિલાવટ પણ વધી રહી છે. આપણે બોટલવાળું પાણી માટે ખૂબ જ વધારે કિંમત ચુકવી રહ્યા છે. જ્યારે આપણે નળમાંથી મળતું પાણી Freeમાં મળે છે. અલગ અલગ પાણીના બ્રાન્ડની કિંમત જુદી જુદી હોય છે. જો કે, મોટા ભાગે દેશમાં એક લીટર બોટલવાળા પાણીની કિંમત લગભગ 20 રૂપિયા હોય છે. તે નળમાંથી મળતા પાણીથી લગભગ 10,000 ગણું મોંઘુ હોય છે.
એક બોટલ બનાવવામાં આટલો ખર્ચ આવે
દ અટલાંટિકમાં બિઝનેસ એડિટર અને અર્થશાસ્ત્રી ડેરેક થોમ્પસન મુજબ, અડધી લીટર બોટલવાળા પાણીની કિંમત, જેટલું પાણી આપણે ખાવાનું બનાવવામાં, વાસણ ધોવામાં અને ન્હાવામાં ઉપયોગ કરીએ છીએ, તેની કિંમત ખૂબ વધારે હોય છે. તેની પાછળનું ગણિત સમજશો જથ્થામાં પ્લાસ્ટિકની બોટલની કિંમત 80 પૈસા હોય છે, એક લીટર પાણીની કિંમત 1.2 રૂપિયા, પાણીને અલગ અલગ પ્રક્રિયામાંથી પસાર કરવાનો ખર્ચ 3.40 રૂપિયા/બોટલ આવે છે.
આ સિવાય બીજું વધારાનો ખર્ચ તરીકે 1 રૂપિયાનો ખર્ચ આવે છે. આ પ્રમાણે બોટલવાળા પાણીની બોટલ પર કુલ ખર્ચ 6 રૂપિયા 40 પૈસા જેટલો થાય છે. તેનો મતલબ એ થાય છે કે, 7 રૂપિયાની જગ્યાએ આપણે 20 અથવા તેનાથી પણ વધારે પૈસા ચુકવતા હોઈએ છીએ. તેમ છતાં પણ શું આપણે સુરક્ષિત પાણી લઈએ છીએ કે કેમ તે એક મોટો પ્રશ્ન ઉદભવે છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

એક બોટલ પાણી બનાવવા માટેનો ખર્ચ કેટલો થાય છે ?
7 રૂપિયા પ્રતિ બોટલ
નલના પાણીથી કેટલા ગણું મોઘું હોય છે બોટલનું પાણી ?
10,000 ગણું
2 thoughts on “Water bottle fact: પાણીની બોટલ વિશેનું તથ્ય, જે પાણીની બોટલ 20 રૂપિયામાં ખરીદીએ છીએ તેની ઓરીજનલ કિંમત છે આટલી.”