વેધર એલર્ટ: કેટલે પહોંચ્યુ વાવાઝોડુ ? કયા થશે અસર ? જાણો શું છે હવામાન વિભાગની આગાહિ

વેધર એલર્ટ: બિપોરજોય વાવાઝોડુ આગાહિ: વાવાઝોડુ લાઇવ ટ્રેકર: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનુ સંકટ તોળાઇ રહ્યુ છે. આ વાવાઝોડુ વારંવાર રૂટ બદલી રહ્યુ છે. હવે ગુજરાત ના દરિયાકિનારા ના જિલ્લાઓ પર અસર થાય તેવે શકયતાઓ દેખાઇ રહિ છે. ત્યારે ચાલો જાણીએ બિપોરજોય વાવાઝોડુ કેટલે પહોંચ્યુ ? અને ક્યા જિલ્લાઓ પર અસર થવાની સંભાવના રહેલી છે ? અને કયા જિલ્લાઓમા વરસાદ પડવાની શકયતાઓ છે. આ અંગે હવામાન વિભાગની આગાહિ શું છે ?

વેધર એલર્ટ

[Latest Update]

  • બિપરજોય વાવાઝોડાને લઈને થોડા રાહતરૂપ સમાચાર આવી રહ્યા છે.
  • IMD ના રિપોર્ટ પ્રમાણે વાવાઝોડાની ગતિમાં થોડો ઘટાડો થયો
  • પવનની ગતિ લેન્ડફોલ સમયે અગાઉ 125 થી 135 KM હતી
  • તે હવે ઘટી ને 115 થી 125 KMની થશે
  • લોકોને સાવધ રહેવા અપીલ કરવામા આવી છે. ખતરો હજુ ટળ્યો નથી.
  • બિપોરજોય વાવાઝોડાને લઈને થોડાક રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, IMDના રિપોર્ટ પ્રમાણે વાવાઝોડાની ગતિમાં થોડો ઘટાડો થયો છે પરંતુ ખતરો હજી ટળ્યો નથી. મહત્વનું છે કે, પવનની ગતિ લેન્ડફોલ સમયે અગાઉ 125 થી 135 KM હતી, જે હવે ઘટી ને 115 થી 125 KM ની રહેવાની સંભાવના છે. અહી નોંધનીય છે કે, વાવાઝોડાની દિશા પણ થોડી બદલાઇ છે. વાવાઝોડુ નિર્ધારિત રૂટથી થોડું નોર્થ તરફ ટર્ન થયું છે.
  • પોરબંદર ના દરિયાકિનારે 10 નંબરનુ સિગ્નલ લગાવવામા આવ્યુ છે.
  • કંડલા બંદરે 10 નંબરનુ સિગ્નલ લગાવવામા આવ્યુ છે.
  • રાજ્યના મોરબી, ઓખા ,કંડલા, માંડવી જેવા બંદરો ઉપર ભયસૂચક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.
  • વાવાઝોડાની અસરને લઇને 10 નંબરના સિગ્નલ લગાવાયા
  • 9 નંબર બાદ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
  • 10 નંબરનુ સિગ્નલ ગણાય છે અતિભયજનક
  • રાજ્યના મોરબી, ઓખા ,કંડલા, માંડવી સહિતના બંદરો ઉપર ભયસૂચક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.
  • વાવાઝોડાની અસરને લઇને 10 નંબરનું સિગ્નલ લગાવાયું
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ ભારે વરસાદ ની આગાહિ
  • ગુજરાતમાં 14 જૂનથી શરૂ થશે વરસાદ
  • 15 અને 16 જૂને ભારે વરસાદ થઈ શકે
  • હાલ પોરબંદરથી દરિયામા 280 કિલોમીટર વાવાઝોડું દૂર
  • દ્વારકાથી વાવાઝોડું 290 કિલોમીટર દૂર છે
  • જખૌ અને નલિયાથી300 કિલોમીટર જેટલુ વાવાઝોડું દૂર છે.
  • વાવાઝોડાનો ટ્રેક જોઇએ તો ઉત્તર દિશામાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે
  • 14 જૂન સવારથી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે તેવી શકયતાઓ છે.
  • માંડવી અને કરાચીમાં વાવાઝોડાનો વિલય થશે 
  • જખૌ પાસેથી વાવાઝોડું પસાર થશે
  • 14 અને 15 જૂને ભારે વરસાદ થવાની શકયતાઓ છે.
  • કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ પડશે.
  • જખૌ, નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યા છે.
  • દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરના સિગ્નલની ચેતવણી આપવામા આવી છે.
  • દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.
  • 14 જૂન રાતથી દરિયામાં પવનની ગતિ જોર પકડશે.
  • માછીમારોને 16 જૂન સુધી દરિયામા ન જવા કડક સૂચના આપવામાં આવી
  • 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું ટકરાશે
  • વાવાઝોડું આવવા સમયે પવન 125થી 135ની ઝડપે ફૂંકાશે
  • અત્યારે 7 કિમીની ઝડપે વાવાઝોડું કિનારા તરફ આગળ વધી રહ્યું છે
  • અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે.
  • 14 અને 15 જૂને અમદાવાદમાં પણ ભારે વરસાદ થશે.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડુ: વાવાઝોડુ આવે તો શું કરવું ? શું ન કરવુ? જાણો તકેદારીના શું પગલા લેશો ?

અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે સમગ્ર ગુજરાત ઉપર બિપોરજોય વાવાઝોડાની અસર થવાની શકયતાઓ છે. જેના કારણે દરિયાકાંઠે આવેલા જિલ્લાઓમા તંત્રએ બધી તૈયારીઓ કરીને સજ્જ બન્યુ છે. આને કારણે પોરબંદરથી વલસાડનો તિથલ સુધીના દરિયાકાંઠાઓને સહેલાણીઓ માટે હાલ બંધ કરવામા આવ્યો છે.

તો બીજી બાજુ જોવા જઇએ તો, વાવાઝોડા બિપોરજોયનો દરિયામાં ટ્રેક ચેન્જ થયો છે. હવે ગુજરાતના દરિયા નજીકથી આ વાવાઝોડુ પસાર થશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જેના કારણે તમામ બંદરો પર હાલ ભયજનક સિગ્નલ લગાવી દેવામા આવ્યુ છે. નવસારીમાં દાંડી, ઉભરાટ દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકી દેવામા આવ્યો છે.

તંત્રની તૈયારીઓ

વહિવટી તંત્રની તૈયારીઓની વાત કરીએ તો તંત્ર એ આવનારી કોઇપણ પરિશ્તિતિઓને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. જેમા NDRF ની ટીમોને તૈયાર રાખવામા આવી છે. સાથે આશ્રય્સ્થાનો માટે શેલ્ટર હોમ ની તૈયારીઓ કરી લેવામા આવી છે. જયારે પન જરૂર પડે ત્યારે લોકોના સ્થળાંતર માટે તૈયારીઓ રાખવામા આવી છે.

વાવાઝોડાની કોઇપણ પરિસ્થિતિને સાંખી લેવા માટે NDRF, SDRFની ટીમો પણ દરિયાકાંઠાના જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે તમામ જિલ્લાઓમા ફાયર વિભાગની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. ફાયરની ટીમને રિફ્રેશમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Biporjoy cyclone Live Tracker: ગુજરાતથી આટલા કિમી દુર વાવાઝોડુ, કેટલી રહેશે પવનની ઝડપ; જુઓ લાઈવ સ્ટેટસ

લેટેસ્ટ અપડેટ

હવામાન અંગે ખુબ જ ફેમસ વેબસાઇટ windy.com ની આગાહિ મુજબ જોઇએ તો આ બિપોરજોય વાવાઝોડુ 14 અથવા 15 જુને ગુજરાત ના દરિયાકાંઠાના જિલ્લાઓમા ટકરાય તેવી સંભાવનાઓ રહેલી છે.

  • બિપોરજોય વાવાઝોડાની તીવ્રતા વધી રહિ છે.
  • પ્રતિકલાક 7 કિમીની ઝડપે વધી રહ્યું છે આગળ
  • દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ, કચ્છ સહિતના જિલ્લામાં વાતાવરણમાં પલટો થયો છે.
  • 15 જૂને દરિયા કાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની થવાની આગાહિ છે.
  • 6 કલાક બાદ અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાશે આ વાવાઝોડુ
  • વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા દેખાઇ રહિ છે.
  • 15 જૂને બપોરે સૌરાષ્ટ્ર-કચ્છ કાંઠે પહોંચી શકે
  • દરિયાકાંઠાના જિલાઓમા તંત્ર એલર્ટ મોડ પર છે
  • પોરબંદર, ગીરસોમનાથ, વલસાડમાં NDRF ની ટીમો તૈનાત કરવામા આવી છે.
  • કચ્છમાં SDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામા આવી છે.
  • દરિયાકાંઠે કોસ્ટગાર્ડ ને પણ એલર્ટ રાખવામા આવ્યુ છે.
  • તમામ બીચ હાલ પર્યટકો માટે બંધ કરવામા આવ્યા છે.
  • માછીમારોને દરિયામાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
  • તમામ બંદરો પર હાલ ભયજનક 3 અને 4 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યા છે.
  • આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામા આવી છે.
  • વાવાઝોડાના કારણે ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ
  • દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી
  • અમદાવાદમાં પણ ગાજવીજ સાથે પડી શકે વરસાદ
  • 13 અને 14 જુન છે ભારે વરસાદની આગાહિ કરવામા આવી છે.
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દરિયામા દૂર છે. આ વાવાઝોડુ હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. વાવાઝોડાનો ટ્રેક વારંવાર બદલાતાં ફરી લોકોમા ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતા વધી છે. આગામી તારીખ 11 થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની આવવાની રહેલી છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. તેમજ પવન 120 કિમી પ્રતિ કલાકની ગતિ સુધી પણ પકડી શકે છે. આ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની અને વાવાઝોડાની શક્યતા રહેલી ર્છે.

વાવાઝોડાની સંભવિત દહેશત વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમા આયોજીત કરવામા આવેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ,મોરબી અને કચ્છ જિલ્લામા રદ કરવામા આવેલ છે.

Biporjoy cyclone Live Tracker

જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિઅહિ કલીક કરો
હવામાન વિભાગની આગાહિ PDFઅહિં ક્લીક કરો
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસઅહિ કલીક કરો
હોમ પેજઅહિ કલીક કરો
વેધર એલર્ટ
વેધર એલર્ટ

FaQ’s

વાવાઝોડા ને શું નામ આપવામા આવ્યુ છે ?

બિપોરજોય

વાવાઝોડા નુ સ્ટેટસ મેપ પર જોવા માટે કઇ વેબસાઇટ છે ?

windy.com

1 thought on “વેધર એલર્ટ: કેટલે પહોંચ્યુ વાવાઝોડુ ? કયા થશે અસર ? જાણો શું છે હવામાન વિભાગની આગાહિ”

Leave a Comment

error: Content is protected !!