World Cup 2023: ICC ક્રિકેટ મેન્સ વર્લ્ડ કપ 2023 ની ટ્રોફીનું સ્પેસમાં થયું અનાવરણ, જુઓ માહિતી અહીથી.

World Cup 2023: ICC ક્રિકેટ મેન્સ વર્લ્ડ કપ 2023 ની ટ્રોફીનું સ્પેસમાં થયું અનાવરણ: હાલ ક્રિકેટ રસિયાઓ ICC Cricket World Cup 2023 ની રાહ જોઈએ રહ્યા છે કે જે ભારતમાં રમાવવાનો છે. કે ક્યારે આ World Cup 2023 નું આયોજન થશે. તો તેમની આતુરતાનો અંત હવે નજીક આવી ગયો છે. કારણ કે ICC World Cup 2023 ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ અનાવરણ બાદ થોડા સમયમાં આ વર્લ્ડ કપનું ટાઈમ ટેબલ જાહેર થશે જે પણ આ વેબસાઇટ પર મૂકવામાં આવશે. તો જોઈએ આ World Cup 2023 ની ટ્રોફી વિશે.

World Cup 2023 વિશે

આ વખતે ભારતમાં યોજાનારા ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023 પહેલા તેની ટ્રોફીએ પ્રવાસ માટે ઉંચુ ઉડાન લીધુ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અદભૂત Landing બાદ પૃથ્વીથી એક લાખ 20 હજાર ફૂટ ઉપર Stratosphereમાં World Cup 2023ની ટ્રોફીને લોન્ચ કરવામાં આવી ત્યારે આ જર્નીની શરૂઆત ભવ્ય રીતે થઈ હતી.

આ પણ વાંચો: અચાનક જ આવતા વરસાદથી તમારા ફોનને બચાવા માટેની અગત્યની 5 ટિપ્સ, ચોમાસામાં ફોનને રાખો સુરક્ષિત.

આ ટ્રોફીને ખાસ Stratosphere ના બલૂન સાથે જોડવામાં આવી હતી અને કેમેરાએ પૃથ્વીની ધરીથી ટ્રોફીની કેટલાક અદભૂત ફોટો કેપ્ચર કર્યા છેે. ટ્રોફીનો 2023નો પ્રવાસ તેની અત્યાર સુધીની સૌથી મોટી ટુર હશે જેમાં ચાહકોને વિશ્વભરના વિવિધ દેશો અને શહેરોમાં Iconic ટ્રોફી સાથે જોડાવાની સુવર્ણ તક મળશે.

યજમાન

ICC મુજબ 27 જૂનથી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ના યજમાન દેશો ભારત, કુવૈત, બહેરીન, મલેશિયા, અમેરિકા, નાઈજીરીયા, યુગાન્ડા, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા સહિત 18 દેશોમાં જશે. સફર દરમિયાન દેશભરમાં નવીન પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા 10 લાખ ચાહકો ટ્રોફી સાથે વાર્તાલાપ કરી શકશે.

વિશ્વના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સ્થળોની મુલાકાત

ICC ચીફ એક્ઝિક્યુટિવ Geoff Allardyce જણાવ્યું હતું કે, “ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂર અત્યાર સુધીના સૌથી મોટા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ગણતરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રવાસ પર, ટ્રોફી વિશ્વના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સ્થળોની મુલાકાત ઉપરાંત રાજ્યના વડાઓ સાથે વાર્તાલાપ કરવામાં આવશે, સમુદાય પહેલ શરૂ કરશે અને ક્રિકેટ વિકાસ કાર્યક્રમોને સમર્થન આપશે.

આ પણ વાંચો: જીઓનો 395 વાળો નવો સિક્રેટ પ્લાન, ડેટા, SMS તથા અનલિમિટેડ કોલ તથા જીઓનું FREE સબ્સ્ક્રીબ્શન.

વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન સ્ટાર્ટ

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, “ક્રિકેટ જ એવી ગેમ છે જે ભારતને એક કરે છે. અને તેનાથી સમગ્ર દેશના લોકો ખુશી અનુભવે છેે. કારણ કે અમે છ અઠવાડિયામાં હૃદયસ્પર્શી ક્રિકેટ માટે વિશ્વની 10 શ્રેષ્ઠ ટીમોને એકસાથે Host કરવા માટે લાવીએ છીએ.

“વર્લ્ડ કપનું Countdown સ્ટાર્ટ થઈ ગયુ છે, ટ્રોફીનો પ્રવાસ ભારતમાં 27 જૂનથી શરૂ કરવામાં આવશે, જેનો વિશ્વભરમાં પ્રવાસ કરાવ્યા બાદ ટ્રોફી 4 સપ્ટેમ્બરે યજમાન દેશ એટ્લે કે ભારતમાં પરત ફરશે.

અગત્યની લીંક

હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp Group જોડાવવા માટેઅહી ક્લિક કરો
World Cup 2023
World Cup 2023

World Cup 2023 ની ટ્રોફીની કેટલી ઊંચાઈએ અનાવરણ કરવામાં આવ્યું છે ?

1 લાખ 20 હજાર ફૂટ પર

2 thoughts on “World Cup 2023: ICC ક્રિકેટ મેન્સ વર્લ્ડ કપ 2023 ની ટ્રોફીનું સ્પેસમાં થયું અનાવરણ, જુઓ માહિતી અહીથી.”

Leave a Comment

error: Content is protected !!