Wrong Number Recharge: ભૂલથી ખોટા નંબર પર થઈ ગયું છે રિચાર્જ? તો ચિંતા ના કરશો, આ રીતે મેળવો Refund

Wrong Number Recharge: ખોટા નંબર પર થઈ ગયું છે રિચાર્જ: આ રીતે મેળવો Refund: હાલના સમયમાં લગભગ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હોય છે. અને આ ફોનમાં કોલિંગ કરવા માટે , SMS મોકલવા માટે, Internet નો ઉપયોગ કરવા માટે લોકો પોતાના નંબર પર રીચાર્જ કરાવતા હોય છે. આ રિચાર્જ કરવાવવામાં હવે તો ઘણી એવી App આવે છે જેનાથી લોકો ડાઇરેક્ટ પોતાની જાતે રિચાર્જ કરી લે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે ભૂલથી Wrong Number Recharge થઈ જાય છે. ત્યારે તકલીફ થાય છે. પરંતુ શું તમે જાણો છો? કે આ ભૂલથી Wrong Number Recharge થયું હોય તે પરત મેળવી શકાય છે? તો આવો જોઈએ Wrong Number Recharge વિશે વધુ માહિતી નીચે મુજબ.

Wrong Number Recharge વિશે

જો તમે પણ આનયા કામ કરતાં હોય અને તમને અચાનક જ યાદ આવે કે આજે તમારા રિચાર્જ ની વેલીડિટી પૂર્ણ થવાની છે ત્યારે તમે જલ્દીથી રિચાર્જ કરવાનું થાય છે. અને જલ્દી જલ્દી માં તમે રિચાર્જ કરો છો અને તમે ભૂલથી ખોટા નંબર પર રિચાર્જ થઈ જાય તો તમે તેને પરત કેવી રીતે મેળવવું તે તેની ચિંતામાં પડી જઈએ છીએ. અને ઘણી વખત આ Wrong Number Recharge થવાથી તે પરત પણ મળતું નથી. આ માટે Wrong Number Recharge વિશે જોઈએ તે કેવી રીતે પૈસા પરત મેળવવા તે જોઈએ નીચે મુજબ.

આ પણ વાંચો: Netflix ની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર Free માં મુવી જોઈ શકો છો. જુઓ કઈ કઈ એપનો સમાવેશ થાય છે?

સંપૂર્ણ રકમ રિફંડ કરવામાં આવશે.

જો તમારી સાથે એવી સ્થિતિ આવે કે તમે ઉતાવળમાં ખોટા નંબર પર તમારું રિચાર્જ કરી નાખ્યું છે તો ગભરાવાની જરૂર નથી. તમે ફરીથી રિચાર્જ કરવાનો પ્રયાસ કરતા પહેલા, અહી આપેલો આઇડિયા ને ટ્રાય કરો!. તમારા રિચાર્જની સંપૂર્ણ રકમ રિફંડ કરવામાં આવશે. તમારા દ્વારા ઓનલાઈન થયેલી આ ભૂલને પણ એ જ રીતે સુધારી શકાય છે.

તરત જ આ સ્ટેપ ફોલો કરો

જ્યારે તમને ખબર પડે કે Wrong Number Recharge પર ભૂલથી રિચાર્જ થઈ ગયું છે, તો સૌથી પહેલા તમારા ટેલિકોમ ઓપરેટરને કોલ કરો. તમે જે પણ Sim card ઉપયોગ કરો છો, ટેલિકોમ ઓપરેટરને કૉલ કરો અને કસ્ટમર કેરને તેના વિશે જાણ કરો. તેને તમારા રિચાર્જની રકમ, જે નંબર પર રિચાર્જ કરવામાં આવ્યું છે, તેની વિગતો અને Transaction Id તેમજ તેને ઇ-mail જણાવો. જો તમે Jioનું Sim વાપરો છો, તો care@jio.com પર મેઇલ કરો. એરટેલ સિમ વપરાશકર્તાઓ airtelpresence@in.airtel.com અને Voda-Idea ગ્રાહકો customercare@vodafoneidea.com પર મેઇલ કરી શકે છે.

રિચાર્જના પૈસા પરત કરશે.

મોટા ભાગના કિસ્સાઓમાં, કંપનીઓ તમારા દ્વારા આપવામાં આવેલી વિગતોની ચકાસણી કરે છે અને જો બધી માહિતી યોગ્ય લાગશે તો રિચાર્જના પૈસા પરત મળી જશે.

આ પણ વાંચો: Jio, એરટેલ કે VI કોનું સૌથી મોંઘું છે પ્રિપેડ રિચાર્જ, જુઓ અહીથી.

જો કંપની પૈસા પરત નહીં કરે તો

ઘણા કિસ્સાઓમાં, કંપનીઓ રિચાર્જના પૈસા પરત કરવામાં પણ ખચકાટ કરતાં હોય છે. ગ્રાહકોની ફરિયાદને લાંબા સમય સુધી સ્થગિત કરવામાં આવે છે અને પછી ટેલિકોમ કંપની પણ આ સમગ્ર મામલાને ટાળે છે. જ્યારે આવી સ્થિતિ આવે છે, ત્યારે તમે ગ્રાહક સેવા પોર્ટલ એટલે કે ગ્રાહક ફોરમમાં તમારી ફરિયાદ મૂકી શકો છો. તમે Google Play Store અને Apple App Store પરથી ગ્રાહક સેવા Application ડાઉનલોડ કરી શકો છો. અહીં ફરિયાદ સાથે સંબંધિત તમામ ડૉક્યુમેન્ટ જોડીને પૈસા પરત કરી શકાય છે.

આ બાબત ધ્યાનમાં રાખો.

પૈસા રિફંડનો દાવો કરતા પહેલા, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે નંબર પર રિચાર્જ કરવા માગો છો અને જે નંબર પર તમે રિચાર્જ કર્યું છે, બંને એક જ હોવા જોઈએ. મતલબ કે જો બે નંબરો વચ્ચે એક કે બે અંકોનો તફાવત હોય તો તે સારું રહેશે. તેનાથી કંપનીને લાગશે કે તમે આ કામ ભૂલથી કર્યું છે. ઘણા કિસ્સાઓમાં, કંપનીઓ રિચાર્જ રિફંડ કરવાનો ના પાડી દે છે જો તેમને લાગે કે ગ્રાહક આવું જાણી જોઈને કરી રહ્યો છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Wrong Number Recharge
Wrong Number Recharge

Jio ની કંપલેઇન કરવા માટે કઈ મેઈલ id છે ?

care@jio.com

વોડાફોન આઇડિયા ની કંપલેઇન કરવા માટે કઈ મેઈલ id છે ?

customercare@vodafoneidea.com

Leave a Comment

error: Content is protected !!