Youtube Earnings: Youtube થી થાય છે છપ્પરફાડ કમાણી, dollar માં મળે છે પૈસા, જાણો 1000 વ્યૂ એ કેટલા ડોલર મળે છે?

Youtube Earnings: dollar માં મળે છે પૈસા: જાણો 1000 વ્યૂ એ કેટલા ડોલર મળે છે?: આજકાલ લગભગ લોકો સોશ્યલ મીડિયામાં ફોટો અને વિડીયો તથા રિલ્સ બનાવતા હોય છે. અને youtube પર શેર કરતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે youtubeના માધ્યમથી પણ લોકો વિડીયો બનાવી ને પૈસા કમાઈ છે. અને આજકાલ તો આ બધી બાબતમાં ઓનલાઈનના મધ્યમથી લોકો પૈસા કમાવા માંડ્યા છે. તેમાનું એક પ્લેટફોર્મ એટ્લે Youtube Earnings. આ Youtube Earnings લોકો ડોલરમાં પૈસા કમાઈ છે. તો આવો જોઈએ વધુ વિગત આ Youtube Earnings વિશે નીચે મુજબ.

Youtube Earnings વીશે

youtube આજે લોકોને ઘરે બેઠા લખપતિ બનાવી રહ્યું છે. પહેલા લોકો વેબસાઈટ બનાવીને રોજગાર વધારતા હતા અને હવે youtube ચેનલ બનાવીને પૈસા કમાઈ રહ્યા છે. પણ એક પ્રશ્ન લોકોના મનમાં હજુ પણ છે કે આખરે youtubeથી કમાણી  કેવી રીતે થતી હશે. આ સવાલ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે youtubeથી થઈ રહેલી અંધાધૂંધ કમાણીના કારણે યુપીના એક યૂtuberના ઘરે પોલીસની રેડ પડી અને આ રીતે તે આવકવેરાના રડાર પર આવી ગયો. youtuber પર આરોપ છે કે તેણે ખોટી રીતે પૈસા કમાયા છે. આવામાં એકવાર ફરીથી youtuberની આવક પર ચર્ચા થઈ રહી છે. Youtube Earnings એટ્લે કે youtubeથી કમાણી કેવી રીતે કરવી.જેવા પ્રશ્નોનો જવાબ શોધવા માટે લોકો ગૂગલ પર સર્ચ કરવા લાગ્યા છે. 

YouTuber પર income tax ની રેડ

જે youtuberની કમાણી પર પ્રશ્ન ઉઠી રહ્યા છે તેનું નામ તસ્લીમ ખાન છે. B.Tech. કરી ચૂકેલા આ youtuber બરેલીના નવાબગંજનો છે. તસ્લીમે બે વર્ષ પહેલા ભાઈ સાથે મળીને એક youtube channel Trading Hub 3.0 શરૂ કરી હતી. તેનો ભાઈ આ ચેનલનો મેનેજર છે. તે પોતાની ચેનલ પર શેર માર્કેટ સંબંધિત વીડિયો અને કન્ટેન્ટ નાખે છે. youtube પર તસલીમના 99 હજારથી વધુ Subscriber છે.

આ પણ વાંચો: ઘરે બેઠા મેળવો ડુપ્લિકેટ માર્કશીટ ધોરણ 10 તથા ધોરણ 12 ની, કરો આ રીતે અરજી.

ઘરેથી 24 લાખ કેશ મળી તો હડકંપ મચી ગયો અને Income tax વિભાગની એન્ટ્રી થઈ ગઈ. આવામાં તમારા મનમાં પણ પ્રશ્ન થતો હશે કે youtubeથી શું ખરેખર આટલી કમાણી થાય છે કે ઇનકમ tax વાળાની રેડ પાડે છે. ખાન બ્રધર્સે પોતાની સફાઈમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં તેમણે યુટ્યૂબથી કુલ 1.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેના બદલામાં તેમમે 40 લાખ રૂપિયાનો Income tax પણ ચૂકવ્યો છે એટલે કે તેમણે કોઈ ખોટું કામ કર્યું નથી.

એક વીડિયોથી કેટલી કમાણી થાય.

પબ્લિકના મનમાં ઉઠી રહેલા આવો જ એક અગત્યનો પ્રશ્ન એ છે કે એક વીડિયોથી Youtuberને કેટલી કમાણી થતી હશે. તો તમારા આવા સવાલની જિજ્ઞાસા શાંત કરવા માટે જણાવી દઈએ કે Youtube જુદા જુદા ક્રિએટર્સને જૂદ જુદું પેમેન્ટ કરે છે. આ પેમેન્ટ લોકોને ચેનલની કન્ટેન્ટ ક્વોલિટી, કેટેગરી અને તેના પર આવતા Views પર મળતી હોય છે.

યુટ્યૂબથી કમાણી 1000 View પર કેટલા રૂપિયા મળે છે?

વાસ્તવમાં આ કંપની youtube ક્રિએટર્સને તેના કન્ટેન્ટ પર આવતી Ad Revenue શેર કરે છે. આ Revenue શેર માટે જુદા જુદા ક્રિએટર્સ માટે અલગ અલગ હોઈ શકે છે. પશ્ચિમી દેશોના Media રિપોર્ટ્સ અનુસાર કન્ટેન્ટ ક્રિએટર્સ Ads રેવન્યૂનો 55 ટકા સુધીનો ભાગ કમાઈ શકે છે. જો કે તેના માટે users You Tube Partner Program નો ભાગ હોવા જોઈએ. આ પ્રોગ્રામને કરવા માટે users ના ચેનલ પર 500 subscariber અને 3000 કલાકનો વોચ ઓવર ટાઈમ હોવો જરૂરી છે. હવે તો YouTube Shorts દ્વારા પણ ક્રિએટર્સને કમાણી થાય છે.

આ પણ વાંચો: ભૂલથી ખોટા નંબર પર થઈ ગયું છે રિચાર્જ? તો ચિંતા ના કરશો, આ રીતે મેળવો Refund

અમેરિકામાં ગત વર્ષ youtubers ની એવરેજ મહિને આવક લગભગ 4 લાખ રૂપિયા સુધીની થઈ. સામાન્ય રીતે youtube ક્રિએટર્સને લગભગ 1,00,000 Views પર 20 થી 40 ડોલર સુધીની કમાણી થાય છે. જો કે આ એક આંકડો છે. કોઈ પણ ક્રિએટરની વાસ્તવિક આવક તેના કન્ટેન્ટ, ઓડિયન્સ, વ્યૂઝ, અને Subcriberની સંખ્યા પર નક્કી કરે છે.

અન્ય કમાણી

આજ કાલ તો યૂઝર્સ યુટ્યૂબ Shorts દ્વારા પણ પૈસા ઊભા કરે છે. આ સિવાય મેમ્બરશીપ અને અન્ય રીતે પણ રેવન્યુ કમાઈ શકાય છે. બધુ મળીને યુટ્યૂબથી કમાણીના અનેક ઉપાય છે. આવામાં જો તમે પણ થોડા જાગૃત હોવ તો એક નાનો setup લગાવીને યુટ્યૂબ ચેનલ ઊભી કરીને સારું કન્ટેન્ટ બનાવી કમાણી કરી શકો છો.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Youtube Earnings
Youtube Earnings

Youtube Earnings દ્વારા youtube પર 1000 views એ કેટલા ડોલર મળે છે ?

18.20 ડોલર (લગભગ 1650 રૂપિયા)

અમેરિકામાં ગત વર્ષ youtubers ની એવરેજ મહિને આવક લગભગ કેટલા રૂપિયા સુધીની થઈ.

4 લાખ સુધી

Leave a Comment

error: Content is protected !!